/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે કેગનો રિપોર્ટ આવતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ભરતી કૌભાંડ સામે આવ્યું છે. ત્યાં જ હવામાન વિભાગ દ્વારા કચ્છ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગરમીને લઈ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ઉપરાંત અમદાવાદના સીજી રોડ પર જ્વેલર્સના ત્યાં લૂંટ કરવા જનારા 7 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે.
અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ભરતી કૌભાંડ
કોંગ્રેસે CAGના અહેવાલને ટાંકીને આરોપ લગાવ્યો છે કે હોસ્પિટલમાં વર્ષ 2004 થી 2023 દરમિયાન 297 લોકોની ભરતીમાં ગેરરીતિ આચરવામાં આવી છે. આ તમામ ભરતીઓ કોઈપણ જાહેરાત આપ્યા વગર જ ગુપચુપ રીતે કરવામાં આવી હતી. અમદાવાદ સિવિલની કિડની હોસ્પિટલમાં 297 લોકોની ભરતી ખોટી રીતે કરાઈ, 20 વર્ષે એમબીબીએસ ડોક્ટર થયો અને 24 કલાકમાં જ RMO બનાવી દીધો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સીજી રોડ પર લૂંટની કોશિશ કરનારા ઝડપાયા
અમદાવાદના પોશ વિસ્તાર એવા સીજી રોડ પર લાલ બંગલા પાસે આવેલા એક જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂકી નાખીને 2.40 કરોડની કિંમતના સોનાના દાગીના લૂંટવાનો પ્રયાસ થયો હતો. જોકે જ્વેલર્સ સ્ટાફની સતર્કતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી. આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી, ત્યારે ઝોન 1 એલસીબી સ્કોડે બનાવના 24 કલાકમાં સાત આરોપીની ધરપકડ કરીને આ ગુનામાં સામેલ તમામ લોકોની ઝડપી પાડ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
કચ્છ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગરમીનું રેડ એલર્ટ
ગુજરાતમાં ઉનાળો શરુ થયો છે અને ગરમી પણ પોતાનો રંગ દેખાડવાનું શરુ કરી દીધું છે. ત્યારે હવામાન વિભાગે આજે બુધવારનો રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના રાજકોટ,સુરેન્દ્રનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબીમાં ગરમીનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરતમાં પણ ભારે હિટવેવની આગાહી હવામાન વિભાગે કરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
લીંબડી-ધંધુકા હાઇવે પર ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત
લીંબડી-ધંધુકા હાઇવે ઉપર એક ગમખ્વાર અકસ્માતમાં બે લોકોના ઘટનાસ્થળે કરૂણ મોત થયા હતા. અકસ્માતમાં એક મહિલા અને એક પુરૂષનું મૃત્યુ થયું છે. ડુંગર તલાવ પાસે ટેન્કર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us