ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, બનાસકાંઠામાં ભૂકંપ, ઉત્તમ ડેરીમાં ભરતી

Gujarat News Today Gujarati: ગુજરાતના આજના મુખ્ય ગુજરાતી સમાચાર જાણો. બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, ઉત્તમ ડેરીમાં ભરતી.

Gujarat News Today Gujarati: ગુજરાતના આજના મુખ્ય ગુજરાતી સમાચાર જાણો. બનાસકાંઠામાં ભૂકંપનો આંચકો અનુભવાયો, ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, ઉત્તમ ડેરીમાં ભરતી.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ છે. આગામી 7 દિવસ રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે. અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આવતી ઉત્તમ ડેરી દ્વારા મેનેજીંગ ડિરેક્ટર પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે.

Advertisment

બનાસકાંઠામાં ભૂકંપ

બનાસકાંઠા જિલ્લામાં આજે સાંજે 5:28 કલાકે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 નોંધાઈ છે. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પાલનપુર શહેરથી 34 કિલોમીટર દુર નોંધાયું હતું. આ ભૂકંપની અસર રાજસ્થાનના કેટલાક વિસ્તારો સુધી અનુભવાઈ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ઉત્તમ ડેરીમાં ભરતી

અમદાવાદ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત આવતી ઉત્તમ ડેરી દ્વારા મેનેજીંગ ડિરેક્ટર પોસ્ટ માટે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી છે. આ પોસ્ટ ઉપર ઉમેદવાર પસંદ કરવા માટે સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવાર પાસે અરજીઓ મંગાવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી ગુજરાતમાં હવામાન શુષ્ક રહેશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

ગોપાલ ઈટાલિયાની સલાહ ન આપવાની સલાહ

સુરતના સરથાણા પોલીસ સ્ટેશનના મહિલા PSI ઉર્વીષા મેંદપરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, પટેલ સમાજના યુવાનો સૌથી વધુ ગેરમાર્ગે જઈ રહ્યા છે. અમે દરોજ પીધેલા 15 લોકોને પકડીએ તેમાં 10 લોકો પટેલ યુવાનો હોય છે. હવે આ મામલે ગોપાલ ઈટાલિયાએ અરીસો બતાવ્યો અને સલાહ ના આપવાની સલાહ આપી હતી. હાલમા આપ નેતાનો આ વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે.

બનાસકાંઠા ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત