/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે હવામાન વિભાગ દ્વારા 2 દિવસ ભીષણ ગરમીની આગાહી કરવામાં આવી છે. ત્યાં જ બનાસકાંઠામાં કોલેજીયન વિદ્યાર્થિની પર 7 જેટલા લોકોએ દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાતા હડકંમ મચી જવા પામ્યો છે. ઉપરાંત અમદાવાદ ક્રાઈમ બ્રાંચે ઓનલાઇન રમકડાની આડમાં મંગાવાતું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. ત્યાં જ સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં SBI બેંકના ATM મશીનને તોડીને તસ્કરો 15 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા.
ગુજરાતમાં બે દિવસ ભીષણ ગરમીની આગાહી
હવામાન વિભાગ રાજ્યમાં ગરમી અને ગરમીના મોજાની ચેતવણી જારી કરી રહ્યું છે. આ ભીષણ ગરમી વચ્ચે હવામાન વિભાગે કહ્યું છે કે 13 અને 14 માર્ચે રાજ્યના ઘણા જિલ્લાઓમાં ભારે ગરમી પડવાની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે ગુજરાતના લોકોને ડિહાઇડ્રેશન અને ગરમીના થાકથી બચવા માટે સાવચેતી રાખવાની સલાહ આપી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
પાલનપુરમાં વિદ્યાર્થિની પર દુષ્કર્મની ઘટનાથી હડકંપ
બનાસકાંઠાના પાલનપુરની જીડી મોદી કોલેજમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની સાથે થયેલી હેવાનિયત વિશે સાંભળીને તમારૂં હૃદય કંપી જશે. તેની સાથે બનેલી હેવાનિયતની શરૂઆત તેના જ દોસ્તના બ્લેકમેલિંગના વીડિયોથી થઈ હતી. વિદ્યાર્થિનીનો નગ્ન વીડિયો બનાવ્યા બાદ તેને 16 દિવસ સુધી સાત લોકોએ દુષ્કર્મનો શિકાર બનાવી હતી. જ્યારે આ ઘટના વધતી ગઈ ત્યારે પીડિતા પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ દાખલ કરાવી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે રમકડાંની આડમાં આવતું ડ્રગ્સ ઝડપી પાડ્યું
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે રેડ કરીને ફોરેન પોસ્ટ ઓફિસથી ઓનલાઈન આવેલું ડ્રગ્સ ઝડપી લીધું છે. આ વખતે 3.45 કરોડ જેટલી કિંમતનું એમડી, ચરસ અને હાઇબ્રિડ ગાંજાને રમકડાં અને ખાદ્યપદાર્થની આડમાં ઓનલાઈન મંગાવવામાં આવ્યું હતું.
સુરતમાં 15 મિનિટમા ATM માંથી 15 લાખની ચોરી
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં SBI બેંકના ATM મશીનને તસ્કરોએ કટર વડે તોડી રોકડ રકમની ચોરી કરી. પાંચ જેટલા ઈસમો મોઢા પર માસ્ક બાંધીને ચોરીને અંજામ આપ્યો. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. માત્ર 15 મિનિટમાં જ તસ્કરો 15 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us