/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં SMA નામની દુર્લભ બીમારી થતા 20 મહિનાના બાળકને 16 કરોડનું ઇન્જેક્શન અપાયું છે. તો ગુજરાત પોલીસમાં બીજા ફેઝની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બહાર પડશે. ઉપરાંત આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂટણીના પ્રચાર પડઘમ શાંત પડ્યા છે.
પોલીસની બીજા ફેઝની ભરતી
ગુજરાત પોલીસમાં બીજા ફેઝની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. બીજા ફેઝની ભરતી ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં બહાર પડશે. જે અનુસાર 14,283 ખાલી જગ્યાઓ ભરાશે. વર્તમાન ભરતીના 7.45 લાખ ઉમેદવારનું જુલાઈમાં પરિણામ આવશે.
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના મુસાફરો માટે સારા સમાચાર
અમદાવાદ-ગાંધીનગર મેટ્રોના મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. હવેથી વાસણા APMCથી ગિફ્ટ સિટી, સેક્ટર-1 સુધી જવા મોટેરાથી મેટ્રો બદલવી નહીં પડે. 15 ફેબ્રુઆરીથી, મુસાફરો કોઈપણ ટ્રેન બદલ્યા વિના સીધા APMC-વાસણાથી સેક્ટર-1 સુધી મુસાફરી કરી શકશે. આ ઉપરાંત હવે લોકોને ગિફ્ટ સિટી જવા માટે મોટેરાથી મેટ્રો બદલવાની જરૂર રહેશે નહીં.
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીનો પ્રચાર પડઘમ શાંત
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓને લઈ રાજકીય પક્ષો માટે આજે પ્રચારનો છેલ્લો દિવસ હતો. આજે ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત પડી ગયા છે. હવે રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે 18મીએ પરિણામ જાહેર થશે.
ગાંધીનગરમાં ગુજરાત SOUL કેમ્પસનું નિર્માણ
ગુજરાતના ગાંધીનગરમાં ગિફ્ટ સિટી નજીક 22 એકર જમીન પર સ્કૂલ ઓફ અલ્ટીમેટ લીડરશીપ (SOUL) બનવા જઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 21 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં SOUL લોન્ચ કરશે. આ પછી, SOUL કેમ્પસનું બાંધકામ શરૂ કરવામાં આવશે. SOUL કેમ્પસ આગામી 2 વર્ષમાં 150 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પૂર્ણ થશે. આ SOUL કેમ્પસ ગાંધીનગરમાં GIFT સિટી રોડ પર ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી નજીક 22 એકર જમીન પર બનાવવામાં આવશે.
ગુજરાતના બાળકને 16 કરોડનું ઇન્જેક્શન અપાયું
હિંમતનગરના મુસ્લિમ પરિવારના 20 મહિનાના બાળકને દુર્લભ બીમારી SMA થઈ હતી. આવા કપરા સમયમાં પરિવારને લોકોએ દિલ ખોલીને ફાળો આપ્યો છે. બાળકનો જીવ બચાવવા માટે અમેરિકાથી કોલ્ડચેઈન બનાવીને 72 કલાકમાં ઇન્જેક્શન મગાવવામાં આવ્યું હતું, જેને અમદાવાદની હોસ્પિટલમાં ગઇકાલે 13મી ફેબ્રુઆરીના રોજ સફળતાપૂર્વક આ ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. હાલ બાળકની તબિયત સુધારા પર છે. SMA રોગથી પીડિત કોઇ બાળકને ગુજરાતમાં ઇન્જેક્શન અપાયું હોય એવી આ પહેલી ઘટના છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us