Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં અકસ્માતોની વણઝાર થઈ છે. વડોદરામાં ગત રાત્રે સર્જાયેલા અકસ્માતના મુખ્ય આરોપી રક્ષિત ચૌરસિયાએ પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે. ત્યાં જ આજે બપોર બાદ પાવાગઢથી આવતા સુરતના પરિવારને અકસ્માત નડ્યો છે જેમાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ વસ્ત્રાલમાં જાહેર રસ્તા પર ગાડીઓમાં તોડફોડ અને લોકોને માર મારનારા 11 જેટલા અસામાજીક તત્વોને પોલીસે પાઠ ભણાવ્યો છે. સાથે જ રાજ્યમાં ધૂળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ છે.
રાજકોટની નામાંકિત બિલ્ડિંગમાં આગ, 3ના મોત
રાજકોટમાં નામાંકિત એટલાન્ટિક બિલ્ડિંગના પાંચમા અને છઠ્ઠા માળે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. આ આગમાં ત્રણ લોકોના મોત નીપજ્યા હતા. ઘટનાની જાણ તથાં જ પોલીસ અને ફાયર વિભાગ તેમજ એમ્બ્યુલન્સની ટીમો ઘટના સ્થળે પહોંચીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુરતના પરિવારને નડ્યો અકસ્માત, 3 લોકોના મોત
સુરતનો એક પરિવારની કાર પાવાગઢથી પરત ફરતા હાઈવેથી નીચે ઉતરી ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 5 લોકોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસડેવામાં આવ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુરતમાં પ્લાસ્ટિક અને કાપડ કંપનીમાં આગ
સુરતના સચિન હોજીવાલા વિસ્તારમાં આવેલ પાર્થ પ્લાસ્ટિક તેમજ પ્લેટિનિયમ ઇન્ટરનેશનલ કાપડની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. કાપડની કંપનીમાં DGVCLની ડીપીમાં બ્લાસ્ટથી શોર્ટ સર્કિટ થતાં યાર્નમાં આગ લાગી હતી. આ બંને ઘટનામાં કરોડોનો માલ બળીને ખાખ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
વડોદરામાં ભયાનક કાર અકસ્માત સર્જનારા નબીરાનું નિવેદન
વડોદરાના પોશ કારેલીબાગ વિસ્તારમાં અકસ્માતમાં એક મહિલાનું મોત થયું હતું અને સાત અન્ય ઘાયલ થયા હતા. કાર ચલાવનાર વ્યક્તિ અને તેના સાથીની ધરપકડ કરવામાં આવી છે. હવે આ મામલે આરોપી રક્ષિત ચૌરસિયાનું નિવેદન સામે આવ્યું છે. તેણે કહ્યું કે અકસ્માત સમયે તેણે પોતાના બે મિત્રો સાથે ભાંગનો નશો કર્યો હતો. પરંતુ અકસ્માત બાદ કારની એરબેગ ખુલી ગઈ હતી. આ કારણે તે આગળ કંઈ જોઈ શક્યો નહીં અને આ અકસ્માત થયો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વસ્ત્રાલમાં આતંક મચાવનારા બદમાશોનું સરઘસ
અમદાવાદના વસ્ત્રાલમાં કેટલાક તોફાની તત્વોએ રસ્તાની વચ્ચે ખુલ્લેઆમ લોકો પર ક્રૂરતાથી હુમલો કર્યો હતો. બદમાશોએ ઘણા વાહનોમાં તોડફોડ કરી અને આતંક મચાવ્યો. આ ઘટનાનો ભયાનક વીડિયો પણ સામે આવ્યો છે. રસ્તાની વચ્ચે બનેલી આ ભયાનક ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. જોકે થોડાક જ કલાકોમાં પોલીસે આરોપીઓને દબોચી લીધા હતા અને તેમનું સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો





