/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આવતીકાલે 16 ફેબ્રુઆરીના રોજ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે, ત્યાં જ ઠંડીને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત ગઈ કાલે રાત્રે મહાકુંભથી પરત ફરી રહેલા દાહોદના 4 શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત નિપજ્યા છે.
આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી
ગુજરાતની જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન, 68 નગરપાલિકાઓ અને ત્રણ તાલુકા પંચાયતોની 16 ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટેનો પ્રચાર શુક્રવારે સાંજે સમાપ્ત થયો છે. રાજ્ય ચૂંટણી પંચે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારે સવારે 7 થી સાંજે 6 વાગ્યા સુધી મતદાન થશે, જ્યારે મતગણતરી મંગળવારે થશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ઠંડીને લઈ હવામાન વિભાગે શું આગાહી કરી
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી ત્રણ દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય. અને ત્રણ દિવસ બાદ 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઊચકાશે. આમ ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો નોંધાશે. આમ ધીમે ધીમે શિયાળો એકદમ ગાયબ થઈ જશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
મહાકુંભથી પરત ફરી રહેલા દાહોદના 4 શ્રદ્ધાળુઓના અકસ્માતમાં મોત
ગુજરાતના દાહોદ જિલ્લામાં મહાકુંભથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક વાન રસ્તા પર ઉભેલા ટ્રક સાથે અથડાઈ ગઈ. આ અકસ્માતમાં 4 લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં એક મહિલા પણ સામેલ છે.
અમેરિકાએ ગેરકાયદેસર ભારતીયોના બીજા જથ્થાને ડિપોર્ટ કર્યા
અમેરિકાથી વધુ ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કરાયા છે. 119 ભારતીયોનું પ્લેન આજે રાત્રે અમૃતસર લેન્ડ કરશે. આ ભારતીયોમાં 8 ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે જે આવતીકાલે અમદાવાદ આવી પહોંચશે.
ત્રિપલ સવારી બાઈક સવારનો અકસ્માત, 2 લોકોના મોત
સુરતમાં હેલ્મેટ વગર નીકળેલા બે યુવકો બાઈક સ્લીપ થતા મોતને ભેટ્યા હતા, જ્યારે એક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. સુરતના પાર્લે પોઈન્ટ બ્રિજ પર ત્રિપલ સવારી બાઈક સ્લીપ થતા આ અકસ્માત સર્જાયો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us