ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, ગુજરાતમાં મહિલા દર્દીઓના વીડિયો મામલે મોટો ખુલાસો

Gujarat News Today Gujarati: ગુજરાતના આજના મુખ્ય ગુજરાતી સમાચાર જાણો. ગુજરાતમાં મહિલાઓના ચેકઅપના વીડિયો મામલે ખુલાસો, અમદાવાદનો રેલવે ઓવરબ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે, અરવલ્લીમાં જીવના જોખમે મુસાફરી, ત્રીજા તબક્કામાં ડિપોર્ટ થઈ 33 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા.

Written by Rakesh Parmar
February 17, 2025 19:55 IST
ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, ગુજરાતમાં મહિલા દર્દીઓના વીડિયો મામલે મોટો ખુલાસો
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમેરિકાથી વધુ 33 ગુજરાતીઓને ડિપોર્ટ કરાયા છે. ત્યાં જ અરવલ્લી જિલ્લામાં જીવના જોખમે મુસાફરી કરતા લોકોનો વીડિયો વાયરલ થયો છે.

ત્રીજા તબક્કામાં ડિપોર્ટ થઈ 33 ગુજરાતીઓ અમદાવાદ આવ્યા

અમેરિકામાંથી ડિપોર્ટ થઈ છેલ્લા 12 દિવસમાં ત્રણ બેચમાં કુલ 332 ભારતીય વતન પરત ફરી ચૂક્યા છે. જેમાં 74 ગુજરાતીઓનો સમાવેશ થાય છે. ત્યાં જ આજે અમદાવાદ પહોંચેલા 33 ગુજરાતાનીઓના નામની યાદી પણ સામે આવી છે જેમાં સૌથી વધુ અમદાવાદ અને ગાંધીનગરના વતની છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અરવલ્લીમાં જીવના જોખમે મુસાફરી

અરવલ્લી જિલ્લાના માલપુર-મોડાસા હાઇવે પર એક જીપમાં 35 થી વધુ મુસાફરો જોવા મળ્યા હતા. લોકો કારની છત પર પણ બેઠા હતા. કેટલાક લોકો પાછળ લટકતા હતા. વધુ પૈસા કમાવવાની લાલચમાં ડ્રાઇવરો મુસાફરોના જીવ જોખમમાં મૂકે છે. ત્યાં જ મુસાફરો પણ સમય બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરે છે. હાલમાં આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ગુજરાતમાં એસટી કર્મચારીઓ માટે ખુશખબર

ગુજરાત સરકારે એસટી મહામંડળના કામદારો માટે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય હેઠળ જો કોઈ પણ ST કર્મચારીનું સેવા દરમિયાન મૃત્યુ થાય છે, તો તેના પરિવારને રાજ્ય સરકાર દ્વારા 14 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમના કોઈપણ કર્મચારીના મૃત્યુના કિસ્સામાં રાજ્ય સરકારે તેના આશ્રિત પરિવારને 14 લાખ રૂપિયાની સહાય આપવાનો નિર્ણય લીધો છે.

અમદાવાદનો રેલવે ઓવરબ્રિજ 10 દિવસ માટે બંધ રહેશે

આવતીકાલથી અમદાવાદના મણિનગર સ્થિત નાથાલાલ ઝઘડા રેલ્વે ઓવરબ્રિજ 18 ફેબ્રુઆરીથી આગામી 10 દિવસ માટે બંધ રહેશે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગ તરીકે મણિનગર રેલ્વે ક્રોસિંગ તેમજ અનુપમ બ્રીજનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

ગુજરાતમાં મહિલાઓના ચેકઅપના વીડિયો મામલે ખુલાસો

મહિલા દર્દીઓની પ્રાયવસીને ખતરામાં મૂકતી ઘટના ગુજરાતમાં સામે આવી છે. જેના કેટલાક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે અને આ મામલે ઘણા્ યુઝર્સ પોતાનો આક્રોષ વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક વિકૃત માનસિકતા ધરાવતા લોકો દ્વારા મહિલાઓની સોનોગ્રાફી અને ગાયનેક સારવારના અંગત સંવેદનશીલ વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબ પર અપલોડ કર્યા હોવાનો પર્દાફાશ થયો છે.

હવે આ વાઈરલ વીડિયો રાજકોટની 150 ફૂટ રિંગરોડ ઉપર આવેલી પાયલ મેટરનિટી હોસ્પિટલના હોવાનું સામે આવ્યુ છે. આ મામલે પાયલ હોસ્પિટલના એડમિને સ્વીકાર કર્યો છે. માનવતાને શર્મસાર કરતી આ ઘટનાને લીધે હાહાકાર મચી ગયો છે ત્યારે હોસ્પિટલના ડાયરેક્ટરે અમારા કેમેરા હેક થયા હોવાનું કહ્યું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ