ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, સ્થાનિક સ્વરાજમાં પણ ભગવો લહેરાયો, અમદાવાદમાં 3 ફ્લાયઓવર બંધ થશે

Gujarat Top Headlines 18 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમદાવાદમાં 3 ફ્લાયઓવર બંધ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજમાં પણ ભગવો લહેરાયો.

Gujarat Top Headlines 18 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમદાવાદમાં 3 ફ્લાયઓવર બંધ કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજમાં પણ ભગવો લહેરાયો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે. તો આગામી દિવસોમાં અમદાવાદના ત્રણ ફ્લાયઓવર બંધ કરાશે. જેના માટે વૈકલ્પિક માર્ગ જાહેર કરાયા છે. માંગરોળમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યા બાદ પોતાનું ગળું કાપ્યું.

Advertisment

અમદાવાદમાં 3 ફ્લાયઓવર બંધ કરવામાં આવશે

મુંબઈ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોર પર કામ ચાલી રહ્યું હોવાથી અમદાવાદમાં ત્રણ ફ્લાયઓવર આંશિક અથવા સંપૂર્ણપણે બંધ રહેશે. 22 ફેબ્રુઆરીથી 23 માર્ચ દરમિયાન અસારવા બ્રિજ; 8 માર્ચથી 4 એપ્રિલ દરમિયાન કેડિલા ફ્લાયઓવર અને BRTS રૂટના કેટલાક ભાગો; અને 18 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી દરમિયાન નાથાલાલ ઝગડિયા બ્રિજ ટ્રાફિક માટે સંપૂર્ણપણે બંધ રહેશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સ્થાનિક સ્વરાજમાં પણ ભગવો લહેરાયો

1 મનપા, 66 નગરપાલિકાની સામાન્ય અને 2 નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણીનાં પરિણામમાં ભાજપે જુનાગઢ મનપા સહિત 61 પર, જ્યારે કોંગ્રેસે 1 પર કબજો કર્યો છે. તેમજ કુતિયાણા અને રાણાવવામાં સપાની સત્તા આવી છે અને 1 નગરપાલિકા પર અન્યોએ કબ્જો કર્યો છે.

ગુજરાત બજેટ 2025 પહેલા પૂર્વ CM નું સ્ફોટક નિવેદન

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સુરેશ મહેતાએ ઉમેર્યું કે, ગુજરાત સરકાર બજેટમાં મહિલાઓ, બાળકો, અને ખેડૂત માટેની કલ્યાણ યોજનાઓ તેમજ શિક્ષણ અને રોજગાર જેવી યોજનાઓ જરૂરિયાત કરતા ઓછું બજેટ ફાળવી રહી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

માંગરોળમાં પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ નજીકથી પ્રેમીયુગલ ગળા કપાયેલી હાલતમાં મળી આવ્યા બાદ યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે યુવકને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. યુવકના ગળા પર ગંભીર ઘા થયો હોવાના કારણે તે હાલ બોલી પણ શકતો નથી. પોલીસ તપાસમાં પ્રેમી યુવકે જ પ્રેમિકાની હત્યા નિપજાવી હોવાનું સામે આવ્યું છે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભગવો લહેરાતા CM એ ટ્વીટ કર્યું

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના પ્રચંડ વિજય બદલ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ વિજેતા ઉમેદવારોને તેમજ પક્ષના કાર્યકર્તાઓને તથા પક્ષના શીર્ષ નેતૃત્વને હાર્દિક અભિનંદન અને રાજ્યના નાગરિકોનો આભાર માન્યો હતો.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત