Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે નાસા અવરાશયાત્રી સુનિયા વિલિયમ્સ હેમખેમ ધરતી પર પરત ફરે તે માટે તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં યજ્ઞ કરવામાં આવ્યો છે. ત્યાં જ રાજ્યમાં ભીષણ ગરમીની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત વડોદરા અકસ્માતના આરોપી રક્ષિત ચોરસિયાને કડક સજા માટે કોંગ્રેસે કારેલીબાગ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ત્યાં જ
સુનિતા વિલિયમ્સ માટે ઝુલાસણમાં યજ્ઞ
નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પરત ફરી રહી છે ત્યારે તેમની સુરક્ષિત વાપસી માટે ભારતમાં મંદિરોમાં પ્રાર્થનાઓ થઈ રહી છે. તેમનો પરિવાર પણ ગુજરાતમાં તેમના પૈતૃક ગામ ઝુલાસણમાં તેમની રાહ જોઈ રહ્યો છે. તેના પિતરાઈ ભાઈ દિનેશ રાવલે તેની બહેનના પાછા ફરવાના સમાચાર પર ખુશી વ્યક્ત કરી છે. ત્યાં જ ઝુલાસણમાં સુનિતાના હેમખેમ પરત ફરવાને લઈ પ્રાર્થના અને યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
હવામાન વિભાગની ભીષણ ગરમીની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે ગરમી પડશે. કચ્છમાં હજુ પણ તીવ્ર ગરમીની અસર ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે કચ્છના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કર્યું છે. દીવમાં ગરમીની ચેતવણી અને યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે. ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અગવડતા જોવા મળી શકે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં ફલેટમાંથી મળેલ કરોડોના ગોલ્ડ કેસમાં સ્મગલિંગ રેકેટની આશંકા
અમદાવાદમાં મેઘ શાહના ફ્લેટ પણ એટીએસ અને ડીઆરઆઈ એ દરોડા પાડી 95 કિલો સોનું અને કરોડથી વધુ રોકડ જપ્ત કરી છે. શેરબજારમાં સટ્ટાકીય ટ્રેડિંગથી ખોટી રીતે કરોડો રૂપિયાની કમાણી કરી હોવાનું બહાર આવ્યું છે. ત્યાં જ ફ્લેટમાંથી જે ગોલ્ડબાર ઝડપાયા છે તે પૈકીનું 57 કિલો સોનું વિદેશથી લાવવામાં આવ્યું હોવાનું ખૂલ્યું છે.
વડોદરા અકસ્માતને લઈ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન
વડોદરા શહેરમાં રક્ષિત ચોરસિયા દ્વારા અકસ્માત સર્જવામાં આવ્યો હતો જેમાં 1 મહિલાનું મોત થયુ હતું અને 7 લોકો ઘાયલ થયા હતા, ત્યાકે કોંગ્રેસ દ્વારા આ અકસ્માતની ઘટનાને લઈ કારેલીબાગ અકસ્માતને લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રક્ષિત ચૌરસિયા વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કોંગ્રેસ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી.





