ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, રાજકોટની હોસ્પિટલના CCTV વેચનારા 3 ની ધરપકડ

Gujarat Top Headlines 19 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. RTE માં મફત એડમિશન માટે પ્રવેશની જાહેરાત, ગુજરાત બજેટ સત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન.

Gujarat Top Headlines 19 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. RTE માં મફત એડમિશન માટે પ્રવેશની જાહેરાત, ગુજરાત બજેટ સત્ર રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થઇ છે. ત્યાં જ આવતીકાલે ગુજરાત વિધાનસભામાં બજેટ સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ થશે. ઉપરાંત રાજ્યમાં ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે.

Advertisment

ગુજરાત બજેટ સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનું સંબોધન

ગુજરાત વિધાનસભામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સંબોધન સાથે બજેટ સત્રની શરૂઆત થઇ છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમા સંબોધનમાં ગુજરાતના વિકાસના પાસાંઓ પર પ્રકાશ પાડ્યો હતો. જાણો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના ભાષણની 5 મુખ્ય વાતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

RTE માં મફત એડમિશન માટે પ્રવેશની જાહેરાત

RTE (Right to Education) હેઠળ શાળા પ્રવેશ મેળવવા માટે ગુજરાત સરકાર 2025-26 અંતર્ગત પ્રવેશ પ્રકિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. આગામી પહેલી જૂન 2025ના રોજ છ વર્ષ પુરા થયેલા હશે તેવા જ બાળકોને ધોરણ-1માં પ્રવેશ આપવામાં આવશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાત વિધાનસભામાં બજેટના દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ થશે

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર આજથી (19 ફેબ્રુઆરી) શરૂ થઈ રહ્યું છે. આ વર્ષનું કુલ બજેટ 3.72 લાખ કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. સત્રના પહેલા દિવસે બે મહત્વપૂર્ણ બિલ રજૂ કરવામાં આવશે. પહેલું બિલ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (નોંધણી અને નિયમન) (સુધારા) બિલ 2025 છે. બીજું બિલ ગુજરાત સ્ટેટ ફિઝીયોથેરાપી કાઉન્સિલ (રદ) બિલ 2025 છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

ગુજરાતમાં ખરેખર ઉનાળો આવી ગયો

ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસોમાં જ ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. અમદાવાદમાં લઘુતમ તાપમાને 20 ડિગ્રીની સપાટી વટાવી દીધી છે ત્યારે નલિયામાં પણ લઘુતમ તાપમાન 20 ડિગ્રી નજીક પહોંચી ગયું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

રાજકોટની હોસ્પિટલના CCTV ફૂટેજ વેચનારા 3 ઝડપાયા

રાજકોટની હોસ્પિટલમાં મહિલાઓના સારવાર દરમિયાનના ચેકઅપના CCTV વેચવાના કૌભાંડમાં અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્રથી બે અને પ્રયાગરાજથી એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ ત્રણેય આરોપી યુટ્યૂબ અને ટેલિગ્રામ ચેનલમાં વીડિયોનું વેચાણ કરતા હતા.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત