/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમદાવાદ શહેરમાં એકસાથે 28 PI ની બદલી કરવામાં આવી છે. ગુજરાત પોલીસનું 100 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ થતા અસામાજીક તત્વો સામે કાર્યવાહી શરૂ કરાઈ છે. આ ઉપરાંત રાજ્યમાં ભીષણ ગરમીની આગાહી હવામાન વિભાગે કરી છે, ત્યાં જ અમદાવાદ-રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું 98 ટકા કામ પૂર્ણ થયાનું સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું.
પોલીસનું 100 કલાકનું અલ્ટીમેટમ પૂર્ણ
વસ્ત્રાલની ઘટના બાદ ગુજરાતના ડીજીપી વિકાસ સહાય દ્વારા ગુંડાઓનું લિસ્ટ બનાવીને તેમના પર લગામ કસવા માટે 100 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું. જે આજે પૂર્ણ થયું છે. અલ્ટીમેટમની સમયમર્યાદા સમાપ્ત થતા જ ગુજરાત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. સૂત્રો અનુસાર રાજ્યના 3500 થી વધુ ગુંડાઓનું પોલીસે હિટલિસ્ટ બનાવ્યું છે. જેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં ભીષણ ગરમીની આગાહી
ગુજરાતમાં માર્ચ મહિનાની શરૂઆતથી જ ગરમીએ પોતાનો પ્રકોપ દેખાડવાનું શરૂ કરી દીધુ છે. હવામાન વિભાગ દ્વારા શહેરમાં ગરમી અને હિટવેવને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના મોટા ભાગના શહેરોનું તાપમાન 40 પાર પહોંચી ગયું છે. આ દરમિયાન હવામાન વિભાગે જણાવ્યું છે કે, રાજ્યમાં ગરમી હજુ વધશે. આ દરમિયાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે એપ્રિલનો મહિનો માર્ચ મહિના કરતા વધુ ગરમ હશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં 28 PIની બદલી
અમદાવાદના વસ્ત્રાલમાં બનેલી ઘટના બાદ આજે શહેરના પૂર્વ વિસ્તારના 28 PIની સાગમટે બદલી કરાઇ છે. વસ્ત્રાલની ઘટનાએ ગુજરાતનમાં કાયદો વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા હતા. જે બાદ આજે ગૃહ વિભાગ દ્વારા અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારના 28 પીઆઈની બદલી કરી દેવામાં આવી છે.
અમદાવાદ રાજકોટ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું 98 ટકા કામ પૂર્ણ
સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે અમદાવાદ-રાજકોટ 6 લેન રાષ્ટ્રીય ધોરીમાર્ગની કુલ લંબાઈ 197 કિમી છે, જેમાં પ્રથમ તબક્કામાં 193 કિમીનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. આનો અર્થ એ થયો કે 98 ટકા કામ ભૌતિક રીતે પૂર્ણ થઈ ગયું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us