ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, રાજ્યમાં 68 IAS ની બદલી, બજેટ 2025 ને લઈ CM ભૂપેન્દ્ર પટેલની પ્રતિક્રિયા

Gujarat News Today Gujarati: ગુજરાતના આજના મુખ્ય ગુજરાતી સમાચાર જાણો. બજેટ 2025ને CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડનારૂં ગણાવ્યું ત્યાં જ આજે ગુજરાતમાં એકસાથે 68 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Gujarat News Today Gujarati: ગુજરાતના આજના મુખ્ય ગુજરાતી સમાચાર જાણો. બજેટ 2025ને CM ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડનારૂં ગણાવ્યું ત્યાં જ આજે ગુજરાતમાં એકસાથે 68 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે રાજ્યમાં 64 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે ત્યાં જ 4 IAS અધિકારીઓને પ્રમોશન આપ્યું છે. ત્યાં જ બજેટ 2025 ને લઈ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વખાણ કર્યા છે.

Advertisment

રાજ્યમાં 68 IAS અધિકારીઓની બદલી

ગુજરાત સરકાર દ્વારા રાજ્યમાં એક સાથે 64 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે ત્યાં જ 4 IASને પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશીએ ચાર્જ સંભાળ્યાના 24 કલાકમાં જ રાજ્યના વહીવટી માળખામાં ધરમૂળથી ફેરફાર કર્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

CM ભૂપેન્દ્ર પટેલે બજેટ 2025 ને વધાવ્યું

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મોદી સરકાર 3.0 અને નાણામંત્રી નિર્મલા સીતારમણના વખાણ કરતા બજેટ 2025 ને વિકસિત ભારત 2047ના સંકલ્પને પાર પાડવામાં નવી ચેતના આપનારૂ બજેટ ગણાવ્યું છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ તાપમાનમાં મોટો કોઈ ફેરફાર જોવા નહીં મળે. એટલે આગામી પાંચ દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ઠંડી વધતાં લોકો ઠંડીમાં ઠઠુંરવાનો વારો આવ્યો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

ગુજરાત રમખાણોની પીડિતા ઝાકિયા ઝાફરીનું નિધન

ગુજરાત 2002 રમખાણોમાં મોતને ભેટેલા કોંગ્રેસ સાંસદ એહસાન ઝાફરીની પત્ની ઝાકિયા ઝાફરીનું આજે અમદાવાદ ખાતે નિધન થયુ છે. 86 વર્ષની ઉંમરે ઝાકિયા ઝાફરીએ અંતિમ શ્વાસ લીધા હતા. જણાવી દઈએ કે, ગુજરાત રમખાણોને લઈ ઝાકિયા ઝાફરીએ એક લાંબી કાયદાકીય લડાઈ લડી હતી.

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત