ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, ગોંડલમાં મકાન ધરાશાયી, સુરેન્દ્રનગરમાં યુવકની મોતની છલાંગ

Gujarat Top Headlines 20 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્રની તૈયારી, ગોંડલમાં મકાન ધરાશાયી, 1 મહિલાનું મોત, સુરેન્દ્રનગરમાં યુવકની મોતની છલાંગ.

Gujarat Top Headlines 20 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્રની તૈયારી, ગોંડલમાં મકાન ધરાશાયી, 1 મહિલાનું મોત, સુરેન્દ્રનગરમાં યુવકની મોતની છલાંગ.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે ગુજરાત સરકારના નાણામંત્રી કનુભાઇ દેસાઈ એ નાણાકીય વર્ષ 2025-26નું 3.70 લાખ કરોડનું અંદાજપત્ર રજ કર્યું છે. ગોંડલમાં મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત થયું છે. તો સુરેન્દ્રગનગરમાં એક યુવકે વીડિયો બનાવી ધોળીધજા ડેમમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો.

Advertisment

ગુજરાત બજેટનું કદ ₹ 3.70 લાખ કરોડ

ગુજરાતના નાણામંત્રી કનુભાઇ દેસાઇ એ વિધાનસભામાં આજે નાણાકીય વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું છે. તેમણે નાણાકીય વર્ષ 2025-26 માટે ગુજરાતનું 370250 કરોડનું બજેટ રજૂ કર્યું છે. તેમણે બજેટ ભાષણાં કહ્યું કે, ગુજરાત ભારતનું ગ્રોથ એન્જિન બન્યું છે. ગુજરાત દેશની કુલ જીડીપીમાં 3.8 ટકા યોગદાન આપે છે. ગુજરાત બજેટ રજૂ કરતી વખતે કનુભાઇ દેસાઇએ 4 નવા વિધાયક અને ઘણી ઘોષણાઓ કરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગોંડલમાં મકાન ધરાશાયી, 1 મહિલાનું મોત

ગોંડલમાં એક મકાન ધરાશાયી થતા 3 વ્યક્તિ કાટમાળ નીચે દટાયા હતા. જો કે કમનસીબે આ ઘટનામાં 1 મહિલાનું મોત થયું છે. જ્યારે માતા અને પુત્રને બચાવી હોસ્પિટલ ખસેડાયાં છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

યુવકે મોતની છલાંગ લગાવી

સુરેન્દ્રગનગરમાં એક યુવકે વીડિયો બનાવી ધોળીધજા ડેમમાં છલાંગ લગાવીને આપઘાત કરી લીધો હતો. 30 વર્ષના યુવકે પોતે તમામ પારિવારિક અને સામાજિક મોરચે નિષ્ફળ રહ્યો હોવાની વ્યથા ઠાલવી આત્મહત્યા કરી લીધી અને આ પહેલા તેણે વીડિયો બનાવ્યો હતો.

Advertisment

ગામડામાં રોડ રસ્તાના વિકાસ માટે ₹ 5000 કરોડની જોગવાઇ

ગુજરાત બજેટ 2025માં નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ રાજ્યમાં માર્ગ અને મકાનના વિકાસ માટે મોટી ઘોષણાઓ કરી છે. આગામી સમયમાં જરૂરીયાત મુજબના તથા ભારે ટ્રાફીક ઘરાવતા રસ્તાઓને હાઇ સ્પીડ કોરીડોરમાં અપગ્રેડ અને નિર્માણ કરવાનું આયોજન છે. ગુજરાત બજેટ 2025-25માં રાજ્યમાં માર્ગ અને મકાન વિભાગ માટે કુલ ₹ 24705 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાને લઈને વહીવટી તંત્રની તૈયારી

જૂનાગઢમાં યોજાનાર મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. કુલ 1200 પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. 12 DySP, 22 PI, 123 PSI મેળામાં ફરજ નિભાવશે. 468 સીસીટીવી કેમેરાથી શહેરમાં, 51 કેમેરાથી ભવનાથમાં નજર રાખવામાં આવશે. મનપા ઝોનલ ઓફિસે સેન્ટ્રલાઇઝ પોલીસ કંટ્રોલ રૂમ કાર્યરત રહેશે.

ગાંધીનગર બજેટ ગુજરાતી ન્યૂઝ ગુજરાત