Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે વડોદરામાં એક આરોપીએ રીલ બનાવતા હડકંપ મચી ગયો હતો. અમદાવાદમાં ખાનગી શાળાના વિદ્યાર્થીઓ મ્યુનિ. શાળાઓમાં પ્રવેશ લેવાના આંકડામાં મોટો ઘટાડો થયો છે. ત્યાં જ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી બે દિવસ બાદ રાજ્યના વાતાવરણમાં પલટાની આગાહી કરી છે.
અમદાવાદમાં મ્યુનિ. શાળાઓમાં આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
કોરોનાકાળ બાદ ખાનગી શાળાના વિદ્યાર્થીઓ કોર્પોરેશનની શાળામાં પ્રવેશ લઈ રહ્યા હતા. છેલ્લા 10 વર્ષની વાત કરીએ તો વર્ષ 2015થી સતત 5000 જેટલા વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત શાળામાં પ્રવેશ મેળવી રહ્યા હતા. પરતુ છેલ્લા ત્રણ વર્ષમાં આ આંકડો ઘટી રહ્યો છે. વર્ષ 2022મા જ્યાં 9500 જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં પ્રવેશ મેળવ્યો હતો ત્યાં જ વર્ષ 2023માં તેનાથી પણ અડધા 4399 જેટલા વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળામાં પ્રવેશ મેળવ્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદના પાંજરાપોળ ખાતે હેવી ટ્રાફિક રોડ પર બનશે ફ્લાઈઓવર
અમદાવાદમાં IIM અને પાંજરાપોળ વચ્ચેના ઓવરબ્રિજના વિવાદ અંગે દાખલ કરાયેલી PIL હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે ફ્લાયઓવર બનાવવાના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યો છે. આ સંદર્ભમાં કારણો આપતાં કોર્ટે કહ્યું કે તે સિસ્ટમના નીતિગત નિર્ણય પર પોતાનો નિર્ણય લાદી શકે નહીં. આવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ટેકનિકલ નિષ્ણાતોના અહેવાલના આધારે ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત જાહેર સેવા આયોગ ભરતી
ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા બંદરો અને વાહન વ્યવહાર વિભાગમાં મોટર વાહન પ્રોસિક્યુટર, વર્ગ -2ની ભરતી માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ પોસ્ટ પર ઉમેદવાર પસંદ કરવા માટે જીપીએસસીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
રાજ્યમાં બે દિવસ બાદ વાતાવણમાં આવશે પલટો
હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનું અનુમાન છે કે રાજ્યમાં 22 જાન્યુઆરી બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના ઘણા વિસ્તારોમાં 22 જાન્યુઆરીથી 24 જાન્યુઆરી સુધીમાં વાદળા છવાયેલા રહેવાનું અનુમાન છે. ત્યાં જ કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના છે. આથી 24 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડી હવાઓ ચાલવાનું અનુમાન છે.
વડોદરામાં આરોપીએ રીલ બનાવી વાયરલ કરી
ગુજરાત પોલીસ ગુના નિવારણ માટે ઝુંબેશ ચલાવી રહી છે ત્યાં જ બીજી તરફ વડોદરામાં પોલીસની ગિરફ્તમાં આવેલા એક આરોપીની રીલ વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક વીડિયો ક્લિપેમાં આરોપીને વડોદરા પોલીસ પેશી માટે લઈ જઈ રહી હતી. જેમાં આ આરોપીએ કહ્યું હતું કે, હાં હું આજે કબૂલ કરૂ છું કે હું ગુંડો છું… હું બાદશાહ છું મુકદ્દરનો બાદશાહ. રીલમાં 1990માં આવેલી બોલિવૂડ ફિલ્મ મુકદ્દર કા સિકદ્દરનો બાદશાહનો ડાયલોગ મુકવામાં આવ્યો છે.





