ગુજરાત આજના મહત્ત્વના સમાચાર, અમદાવાદ પોલીસ એક્શન મોડમાં, ગુનેગારો વિરૂદ્ધ કાર્યવાહી શરૂ

Gujarat Top Headlines 20 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુનેગારો વિરૂદ્ધ અમદાવાદ પોલીસની કાર્યવાહી, રાજ્યમાં 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી, ગુજરાતના પ્રથમ ઇકો વિલેજની તસવીરો.

Gujarat Top Headlines 20 March Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુનેગારો વિરૂદ્ધ અમદાવાદ પોલીસની કાર્યવાહી, રાજ્યમાં 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી, ગુજરાતના પ્રથમ ઇકો વિલેજની તસવીરો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમદાવાદ પોલીસે શરીર સંબંધી ગુનાની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 37 આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા છે. ત્યાં જ રાજ્યમાં 7 દિવસની આગાહી હવામાન વિભાગે કરી છે. આ ઉપરાંત ગુજરાતના પ્રથમ ઇકો વિલેજ 'ધજ' ગામની તસવીરો સામે આવી છે.

Advertisment

રાજ્યમાં 7 દિવસ માટે હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગે જણાવ્યું કે આગામી 7 દિવસ ગુજરાતમાં હવામાન કેવું રહેશે. IMD ની આગાહી મુજબ 20 માર્ચથી 26 માર્ચ સુધી ગુજરાતનું હવામાન શુષ્ક રહેશે. આ સમયગાળા દરમિયાન તાપમાનમાં બહુ ફેરફાર થશે નહીં. આ સમયગાળા દરમિયાન રાજ્યનું તાપમાન 20 થી 38 ડિગ્રી વચ્ચે રહેવાની ધારણા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતનું પ્રથમ ઇકો વિલેજ

ગુજરાતના સુરતમાંથી રાજ્યના પ્રથમ ઇકો-વિલેજની તસવીર સામે આવી છે. આ ગામ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલું છે. આ ગામનું નામ કે 'ધજ' છે, તે ગુજરાતનું પહેલું ઇકો-વિલેજ છે. સુરત વન વિભાગના માંડવી ઉત્તર રેન્જના દૂરના જંગલ વિસ્તારમાં સ્થિત આ ગામે પર્યાવરણ અને પ્રગતિ વચ્ચે સંતુલન જાળવવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હવે આ દેશના બાકીના ગામડાઓને પ્રેરણા આપશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં ગુનેગારો વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી

અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. જે અંતર્ગત શહેરમાં આતંક ફેલાવનારા અને શરીર સંબંધી ગુનાની અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા 37 આરોપીઓને પાસા હેઠળ અટકાયત કરવામાં આવી હતી અને આરોપીઓને પાસા અટકાયતી તરીકે રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી દેવાયા.

Advertisment
https://twitter.com/AhmedabadPolice/status/1902703265315479957

વડોદરામાં બસ સ્ટેશનને સીલ કરવામાં આવ્યું

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) એ બાકી મિલકત વેરો ન ભરનારા સંગઠનો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. આ સંદર્ભમાં ગુરુવારે વોર્ડ-19 માં સ્થિત મકરપુરા બસ સ્ટેશનને સીલ કરવામાં આવ્યું હતું. બસ સ્ટેન્ડ સતત બે વર્ષથી 46 લાખ રૂપિયાનો બાકી ટેક્સ ચૂકવી રહ્યું ન હતું. તેની ઓફિસ અને કેન્ટીન સીલ કરી દેવામાં આવી છે અને મિલકત જપ્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, મકરપુરા એસટી બસ સ્ટેશન પર 23.61 લાખ રૂપિયાનું ટેક્સ બિલ બાકી છે. બીજું બિલ 22.12 લાખ રૂપિયાનું છે, જે 2 વર્ષથી અટવાયું છે.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત