ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, કચ્છ અકસ્માતમાં 5 લોકોના મોત, બોર્ડના વિદ્યાર્થીઓ માટે ST નિગમની ભેટ

Gujarat Top Headlines 21 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે, બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એસટી નિગમનો મોટો નિર્ણય.

Gujarat Top Headlines 21 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ, અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે, બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એસટી નિગમનો મોટો નિર્ણય.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એસટી નિગમનો મોટો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે. ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે.

Advertisment

કચ્છમાં ગમખ્વાર અકસ્માત, પાંચ લોકોના મોત

શુક્રવારે સવારે કચ્છમાં એક ખાનગી બસ અને ટ્રેલર વચ્ચે ગમખ્વાર સર્જાયો હતો. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસના ભુક્કા બોલાઈ ગયા હતા. આ ગંભીર માર્ગ અકસ્માતમાં ઘટના સ્થળે જ પાંચથી વધુ લોકોના મોત નિપજ્યા હતા. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ

ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનો પુરો થવા જઈ રહ્યો છે ત્યારે શિયાળો પણ વિદાય તરફ આગળ વધી રહ્યો છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. જ્યારે આગામી દિવસોમાં પણ તાપમાનમાં મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં માતા ભદ્રકાળી નગરયાત્રાએ નીકળશે

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા નગરની સ્થાપનાના 614 વર્ષ બાદ નગરયાત્રાએ નીકળવાના છે. 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રીના દિવસે અમદાવાદનો સ્થાપના દિવસ છે, ત્યારે નગરદેવી ભદ્રકાળી માતાની ભવ્ય યાત્રા યોજાશે. સવારે 7:30 વાગ્યે નગરયાત્રા નીકળશે.

Advertisment

બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે એસટી નિગમનો મોટો નિર્ણય

રાજ્યમાં અગામી તારીખ તા-27/02/2025 થી તા-10/03/2025 દરમિયાન આયોજિત થનાર ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા સંદર્ભે એસ.ટી.નિગમ દ્વારા વિદ્યાર્થીઓ માટે જરૂરિયાત મુજબ વધારાની બસ સુવિધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં એસ.ટી.નિગમ દ્વારા દર વર્ષની જેમ વિદ્યાર્થીઓની જરૂરિયાત પ્રમાણે હાલની રેગ્યુલર સર્વિસો ઉપરાંત વધારાની 250 જેટલી ટ્રીપો ચલાવવાનું આયોજન છે.

https://twitter.com/sanghaviharsh/status/1892885885919908236

સુરતમાં કિશોરીનો આપઘાત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પીને આપઘાત કરી લીધો હતો. મરતા પહેલાં કિશોરીએ નિલેશ નામના યુવકનું નામ લીધુ હતું. જે બાદ કિશોરીને મરવા મજબૂર કરનાર આરોપી સામે પરિવારે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત