ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર, સુરતમાં ધો-8 વિદ્યાર્થિનીનો આપઘાત

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે જાહેરાત કરવામાં આવી છે.

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે જાહેરાત કરવામાં આવી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે જાહેરાત કરવામાં આવી છે. ત્યાં જ ગુજરાતમાં એક મંત્રીના પુત્રએ મનરેગામાં રૂપિયા 100 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે.

Advertisment

સુરતમાં આઠમાં ધોરણની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી

સુરતમાં એક 15 વર્ષની છોકરીએ કથિત રીતે તેના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. તેણીના પરિવારના એક સભ્યએ આક્ષેપ કર્યો હતો કે તેણીની શાળાના સંચાલકોએ તેણીને શાળાની બાકી ફી અંગે કલાકો સુધી "તેને વર્ગખંડની બહાર ઉભા રાખીને" સજા કરી હતી. જોકે શાળા સંચાલકોએ આ દાવાને નકારી કાઢ્યો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર

ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી નગરપાલિકા, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ત્યાં જ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ચૂંટણીના કાર્યક્રમ અંગે રાજ્યના ચૂંટણી કમિશનર હાલમાં પ્રેસ કોન્ફરન્સ સંબોધી રહ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં મનરેગા યોજનામાં 100 કરોડથી વધુનો ભ્રષ્ટાચાર

ગુજરાતમાં એક મંત્રીના પુત્રએ મનરેગામાં રૂપિયા 100 કરોડનો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની ફરિયાદ રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલય સુધી પહોંચી છે. દાહોદ જિલ્લામાં દેવગઢ બારિયા તાલુકાના કુવા ગામમાં 17 કીમી અને રેઢાણા ગામમાં 13 કીમી માટી મેટલના રસ્તા બનાવવા રાજ ટ્રેડર્સ, એન. જે એન્ટરપ્રાઈઝ અને રાજ કન્ટ્રક્શનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સ્થાનિકોએ ફરિયાદ કરી છે કે આ કોન્ટ્રક્ટ કંપની ખુદ ભાજપના મંત્રીપુત્રની છે. મનરેગા યોજના હેઠળ વિકાસના કામો કરવામાં આવ્યાં નથી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

ગુજરાત સરકારની 12 પાસ વિદ્યાર્થીઓ માટે 20 હજારની સહાય યોજના

સ્પર્ધાત્મક પરીક્ષા માટે તાલીમ સહાય યોજના અંતર્ગત બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને UPSC, GPSC વર્ગ-1,2 અને 3 ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત સેવા પસંદગી મંડળ તથા ભારત સરકારના રેલ્વે, બેંકો વગેરેમાં થતી ભરતી પરીક્ષાઓ માટે માન્યતા/પસંદ થયેલી સંસ્થામાં તાલીમ મેળવતા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીદીઠ રૂ.20,000 ની આ સહાય અપાય છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બની ગયા 319 ઓક્સિજન પાર્ક

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મંગળવારે અમદાવાદના બોપલ પહોંચ્યા હતા. અહીં તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે તૈયાર કરાયેલ ઓક્સિજન પાર્કનું ઉદ્ઘાટન કર્યું હતું. બોપલમાં બનેલો આ ઓક્સિજન પાર્ક આશરે 1900 ચોરસ મીટરનો છે. તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાન હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં કુલ 75 લાખ વૃક્ષો વાવવામાં આવ્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ Surat અમદાવાદ ગુજરાત