ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, ‘કોલ્ડ પ્લે’ માટે વિશેષ ટ્રેન દોડશે, 24 કલાક બાદ રાજ્યમાં ઠંડી જોર પકડશે

Gujarat Top Headlines 22 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. આવતીકાલે અમિત શાહ અમદાવાદની મુલાકાતે, અમદાવાદમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે મધ્ય રેલ્વેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ વાતાનુકૂલિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

Gujarat Top Headlines 22 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. આવતીકાલે અમિત શાહ અમદાવાદની મુલાકાતે, અમદાવાદમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે મધ્ય રેલ્વેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ વાતાનુકૂલિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આવતીકાલે અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવશે, ત્યાં જ અમદાવાદમાં યોજાનાર કોલ્ડ પ્લે કોન્સર્ટ માટે મધ્ય રેલ્વેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ વાતાનુકૂલિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત આગામી 24 કલાક બાદ રાજ્યના હવામાનમાં ફેરબદલ થશે અને ઠંડી જોર પકડશે.

Advertisment

‘કોલ્ડ પ્લે’ માટે મુંબઈ-અમદાવાદ વચ્ચે વિશેષ ટ્રેન

અમદાવાદમાં 25 અને 26મી જાન્યુઆરીએ કોલ્ડ પ્લે કોન્સર્ટ યોજાશે. તેથી મધ્ય રેલ્વેએ મુંબઈ-અમદાવાદ વચ્ચે ચાર વિશેષ વાતાનુકૂલિત ટ્રેનો ચલાવવાનો નિર્ણય લીધો છે. આ સેવાઓથી ‘કોલ્ડ પ્લે’ના કોન્સર્ટમાં ભાગ લેવા માંગતા ચાહકોને ફાયદો થશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આવતીકાલે અમિત શાહ અમદાવાદમાં

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહ અમિત શાહ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ 23 જાન્યુઆરીના રોજ અમદાવાદની મુલાકાતે આવવાના છે. જ્યાં GMDC ગ્રાઉન્ડમાં હિન્દુ આધ્યાત્મિક મેળાના ઉદ્ઘાટન બાદ રૂપિયા 651 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં 24 કલાક બાદ ઠંડી જોર પકડશે

ગુજરાતમાં અત્યારે ઠંડીમાં ઘટાડો નોંધાયો છે. જોકે, આગામી 24 કલાક સુધી તાપમાનમાં કોઈ ફેરફાર કેમ નથી. જોકે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 24 કલાક બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા રાજ્યમાં ફરીથી ઠંડીનું મોજું ફરી વળશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

વાયુસેનાની સૂર્યકિરણ ટીમે આકાશમાં કર્યા કરતબ

ભારતીય વાયુસેનાની સૂર્ય કિરણ એરોબેટિક ટીમ (SKAT) એ ગુજરાતની ધરતીથી વર્ષ 2025 માટે પોતાની સફર શરૂ કરી છે. વડોદરા શહેરના દરજીપુરા એરફોર્સ સ્ટેશન ખાતે યોજાયેલા એર શોમાં હાજર દર્શકો આશ્ચર્યચકિત અને ગર્વિત થયા હતા.

ગુજરાતી ન્યૂઝ આજનું હવામાન અપડેટ અમદાવાદ ગુજરાત