/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ અમદાવાદ પોલીસે સુરક્ષા વ્યવસ્થા જડબેસલાખ કરી નાંખી છે ત્યાં જ અમદાવાદના કેટલાક રોડ પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત DPIIT રિપોર્ટમાં ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે.
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટને લઈ પોલીસનો એક્શન પ્લાન
અમદાવાદમાં 25 અને 26 જાન્યુઆરીના રોજ કોલ્ડપ્લે કોન્સર્ટ માટે શહેરના કેટલાક રસ્તાઓ પર ટ્રાફિક ડાયવર્ઝન આપી વૈકલ્પિક રસ્તાઓ જાહેર કરાયા છે. ત્યાં જ પાર્કિંની વ્યવસ્થા 'શો માય પાર્કિંગ' એપ્લિકેશન દ્વારા જાણી શકાશે ત્યાં જ આ કાર્યક્રમને લઈ અમદાવાદ પોલીસે સુરક્ષા હેતુસર એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
DPIIT રિપોર્ટમાં ગુજરાતનું વર્ચસ્વ
તાજેતરમાં ડિસેમ્બર 2024માં ભારત સરકારના ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT) દ્વારા બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં જણાવાયું છે કે એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં ગુજરાતમાં કુલ FDI ઇક્વિટી પ્રવાહના 86% છેલ્લા દાયકા એટલે કે એપ્રિલ 2014 થી સપ્ટેમ્બર 2024 સુધીમાં આવ્યો છે. ગુજરાતે વિદેશી સીધા રોકાણ (FDI) ના પ્રવાહમાં સતત નવા માપદંડો સ્થાપિત કર્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રોકાણકાર-મૈત્રીપૂર્ણ દૂરંદેશી નીતિઓની બીજી એક મોટી સિદ્ધિ પ્રકાશમાં આવી છે.
Ahmedabad-Mumbai Corridor પર દોડશે મેડ ઈન ઈન્ડિયા બુલેટ ટ્રેન
ભારતીય રેલ્વે 508 કિમી લાંબા અમદાવાદ-મુંબઈ કોરિડોર પર 280 કિમી પ્રતિ કલાકની ઝડપે અને 250 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારતીય બુલેટ ટ્રેન ચલાવવાની તૈયારી કરી રહી છે. આ અંગે રેલ્વે બોર્ડના અધ્યક્ષ સહિત વરિષ્ઠ સભ્યોએ એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ યોજના મુજબ 866 કરોડ રૂપિયાના ખર્ચે સ્થાનિક સ્તરે બનાવવામાં આવનારી બુલેટ ટ્રેન 2023 થી 2033 સુધી 280 કિમી પ્રતિ કલાકની મહત્તમ ઝડપે દોડશે. જ્યારે જાપાની બુલેટ ટ્રેન 2033 થી કાર્યરત થશે.
કૂતરાને બચાવવા માલિકે નર્મદાની નહેરમાં છલાંગ લગાવી
વડોદરામાં એક માણસ પોતાના પાલતુ કૂતરાને એટલો પ્રેમ કરતો હતો કે તે તેના માટે જીવલેણ બની ગયો. બુધવારે વડોદરાના લક્ષ્મીપુરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના બની હતી. પોતાના કૂતરાને પાણીમાં ડૂબવાથી બચાવવા માટે માલિકે નહેરમાં કૂદી ગયો હતો. જોકે આ ઘટનામાં માલિકનું મૃત્યુ થયુ હતું. જોકે પાણીમાં પડી ગયેલા કૂતરાનો કોઈ પત્તો લાગ્યો ન હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us