/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે ગાંધીનગર ખાતે TET-TAT પાસ ઉમેદવારોનું ઉગ્ર આંદોલન બાદ ઘર્ષણ થયુ હતું. ત્યાં જ આજે ગુજકેટની પરીક્ષાનો કાર્યક્રમ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયો છે. ઉપરાંત મણિનગરમાં સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષિકાએ ઢોર માર મારતા DEO કચેરી દ્વારા સ્કૂલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને શિક્ષિકાને તાત્કાલિક છૂટાં કરવામાં આવ્યાં છે.
ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં 27 ફેબ્રુઆરીથી 1 માર્ચ દરમિયાન હળવો વરસાદ પડવાની શક્યતા છે. પશ્ચિમી ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ફેરફાર થવાની પણ શક્યતા છે. માર્ચના બીજા અઠવાડિયામાં હવામાનમાં ફેરફાર થવાની શક્યતા છે. એક મધ્યમ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ગુજરાતમાં 28 ફેબ્રુઆરી સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને કેટલાક સ્થળોએ ઝરમર વરસાદ પડી શકે છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજકેટની પરીક્ષાનો સમય અને તારીખ જાહેર
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GBSHSE) દ્વારા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2025 (GUJCET 2025) માટે યોજાનાર પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે. આ કાર્યક્રમ પ્રમાણે ગુજકેટની પરીક્ષા તા. 23/03/2025 રવિવારના રોજ સવારે 10 કલાકથીબપોરના 4 કલાક દરમિયાન જિલ્લા કક્ષાના કેન્દ્રો ખાતે યોજાશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
TET-TAT પાસ ઉમેદવારોનું ઉગ્ર આંદોલન બાદ ઘર્ષણ
ગુજરાતમાં TET-TAT પાસ ઉમેદવારોએ શિક્ષક ભરતી પ્રક્રિયાને લઈને આજે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીએ ઉગ્ર આંદોલનનું એલાન કર્યું હતું. અહીં મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગર સિવિલની બહાર ભેગા થયા હતા, જોકે પોલીસે તેઓની અટકાયત કરતાં ઉમેદવારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસે 200થી વધુ ઉમેદવારોની ટિંગાટોળી કરી અટકાયત કરી છે.
મણિનગરમાં સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષિકાએ ઢોર માર માર્યો
અમદાવાદના મણિનગરમાં આવેલી હેબ્રોન સ્કૂલમાં ધોરણ 7 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને ગુજરાતીનાં શિક્ષિકા દ્વારા બેફામ માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પરિવારજનો દ્વાર કરાયો હતો. વિદ્યાર્થીને માર મારતાં તેની પીઠ લાલ થઈ ગઈ હતી. આ અંગે વાલીએ DEO કચેરીએ ફરિયાદ કરતાં જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા સ્કૂલ સામે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને શિક્ષિકાને પણ તાત્કાલિક છૂટાં કરવામાં આવ્યાં છે.
ગુજરાતમાં 1020 કરોડ રૂપિયાના ખર્ચે 2 નવા એક્સપ્રેસવે બનશે
રાજ્યમાં બે નવા એક્સપ્રેસવે વિકસાવવાની યોજના છે. સરકાર દ્વારકા-સોમનાથ અને ડીસા-પીપાવાવ રૂટ પર આ બે નવા એક્સપ્રેસવે બનાવવાની યોજના બનાવી રહી છે. આ વર્ષના બજેટમાં આ માટે ફાળવણીનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. એકવાર પ્રોજેક્ટ પૂર્ણ થઈ ગયા પછી રાજ્યના ઘણા રૂટ પર મુસાફરી કરવી ખૂબ સરળ બની જશે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us