/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત સરકાર દ્વારા અમદાવાદથી પ્રયાગરાજ માટે વોલ્વો બસ સેવાનો પ્રારંભ કરાયો છે. ત્યાં જ બીઝેડ પોન્ઝી સ્કિમ કૌભાંડ કેસમાં મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને સીઆઈડી ક્રાઈમ તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ હતી.
અમૂલ દૂધના ભાવમાં ઘટાડો
દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલે મોંઘવારીથી રાહત આપતા દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. અમૂલે ગુજરાતમાં દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. હાલ અમુલ ગોલ્ડ, અમુલ તાજા અને ટી સ્પેશિયલ દૂધના ભાવમાં ઘટાડો કર્યો છે. દૂધ સસ્તુ હોવાના સમાચાર ગ્રાહકોને જરૂરથી રાહત આપશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બીઝેડ કૌભાંડના એજન્ટ નિકળ્યા સરકારી શિક્ષક
ગુજરાતમાં બીઝેડ પોન્ઝી સ્કિમ કૌભાંડના માસ્ટર માઈન્ડ ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઈડી ક્રાઇમે ધરપકડ કરી લીધી છે ત્યારે હવે આ કેસમાં મેઘરજના ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલને સીઆઈડી ક્રાઈમ તપાસ માટે શાળામાંથી ઉઠાવીને ગાંધીનગર પૂછપરછ માટે લઈ ગઈ હતી. ભેમાપુર પ્રાથમિક શાળાના શિક્ષક વી.ડી. પટેલની પૂછપરછ દરમિયાન મોટા ઘટસ્ફોટ થયા છે. આ એજન્ટ શિક્ષકે આ કૌભાંડમાં 1300 લોકો પાસેથી 70 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું અને તેણે 1 કરોડ રૂપિયાથી વધુનું કમિશન મેળવ્યું હતું. હાલ પોલીસે શિક્ષકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથી ધરી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બનાસકાંઠાના એક ગામના વકીલે પોલીસ રક્ષણ માંગ્યું
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના એક ગામના વકીલ જેમના આ વર્ષે 6 ફેબ્રુઆરીએ લગ્ન થવાના છે, તેમણે તેમના લગ્નમાં ઘોડા પર બેસી વરઘોડો કાઢવા માટે પોલીસ પાસે સુરક્ષાની માંગ કરી છે. મુકેશ પરેચાએ બનાસકાંઠા જિલ્લાના પોલીસ અધિક્ષકની કચેરીને પત્ર લખ્યો છે અને આ પત્રમાં તેમણે જણાવ્યું છે કે, જો તેમના કેસમાં પોલીસ રક્ષણ આપવામાં નહીં આવે તો શોભાયાત્રા દરમિયાન કોઈ અપ્રિય ઘટના બનવાની સંભાવના છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદથી પ્રયાગરાજ માટે વોલ્સો બસ સેવાનો પ્રારંભ
ગુજરાતના શ્રધ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે ગુજરાત સરકાર દ્વારા સકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ટૂરિઝમ વિભાગ અને GSRTC ના સંયુક્ત પ્રયાસ સ્વરૂપે ગુજરાતથી દરરોજ એક એ.સી. વોલ્વો બસ પ્રયાગરાજ માટે ઉપડશે. જેમાં શ્રદ્ધાળુંઓને 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ મળશે, જેમાં પ્રતિ વ્યક્તિ પેકેજ માત્ર રૂ. 8100 રહેશે. આ સેવાનો પ્રારંભ તા.27 જાન્યુઆરીથી થશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બની ધમકી ભર્યો મેઈલ
વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બ હોવાની ધમકી મળી હતી. વડોદરાની નવરચના સ્કૂલમાં બોમ્બ હોવાનો પ્રિન્સિપાલને મેઈલ મળ્યો હતો. બોમ્બની ધમકીના પગલે સ્કૂલ અને પોલીસ તંત્ર દોડતું થયું હતું. અને સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us