આજના મહત્ત્વના સમાચાર, રાજકોટ નજીક અકસ્માતમાં 3 લોકોના મોત, GPSCની વર્ગ 1-2ની બે ભરતીઓ રદ

Gujarat Top Headlines 25 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. સુરતી યુવતીએ જીત્યો મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ, આવતીકાલે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ, માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત.

Gujarat Top Headlines 25 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. સુરતી યુવતીએ જીત્યો મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ, આવતીકાલે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ, માલીયાસણ નજીક ટ્રક અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ત્રણ લોકોના મોત.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે સાંજે રાજકોટમાં માલીયાસણ નજીક ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા છે. ત્યાં જ આવતીકાલે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે ત્યારે નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. આ ઉપરાંત સુરતની 19 વર્ષીય શ્રદ્ધા પટેલે મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કરી ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.

Advertisment

માલીયાસણ નજીક ટ્રક-રીક્ષા વચ્ચે અકસ્માત, 3 લોકોના મોત

રાજકોટના માલીયાસણ નજીક રીક્ષા અને ટ્રક વચ્ચે એખ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં 3 લોકોના મોત નીપજ્યા છે ત્યાં જ બે લોકો હજુ અંદર ફસાયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત સ્થળે હાજર લોકોએ પોલીસ અને એમ્બ્યુલન્સને જાણ કરતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે. ત્યા જ 108 ની ટીમ પણ ઈજાગ્રસ્તોની સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખસેડી રહી છે.

GPSCની વર્ગ 1-2ની બે ભરતીઓ રદ

GPSC દ્વારા વર્ગ 1-2ની બે ભરતીઓ રદ કરી છે. ઉદ્યોગ અને ખાણ વિભાગ હસ્તકની નાયબ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-1 (જા.ક. 116/2024-25) ની કુલ-01 જગ્યા અને મદદનીશ કમિશનર, કુટીર ઉદ્યોગ સેવા, વર્ગ-2 (જા.ક. 117/2024-25) ની કુલ-02 જગ્યા પર ભરતી માટે આયોગ દ્વારા 1 ફેબ્રુઆરીએ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી. ભરતી નિયમોમાં સુધારાની તેમજ બંને સંવર્ગોના રોસ્ટર પ્રમાણિત કરવાની કાર્યવાહી ચાલુ હોઈ GPSCએ બંને જાહેરાતો રદ કરી છે.

https://twitter.com/GPSC_OFFICIAL/status/1894351133122204015

ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ

અત્યારે ગુજરાતમાં બે પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. સવારે ઠંડી અને બપોરે ગરમી જોવા મળી રહી છે તો ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. આગામી દિવસોમાં હળવો વરસાદ પડવાની શક્યતાઓ પણ હાવમાન વિભાગે સેવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

સુરતી યુવતીએ જીત્યો મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ

ડાયમંડ સિટી સુરત પણ હવે ફેશનની દુનિયામાં આગળ વધી રહ્યું છે. આ વાત અમે એટલા માટે કહી રહ્યા છે કારણ કે એક સુરતી યુવતીએ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઇન્ડિયાનો તાજ પોતાના નામે કરી લીધો છે. સુરતની શ્રદ્ધા પટેલ નામની યુવતીએ 22 ફેબ્રુઆરીના રોજ મિસ ઇન્ટરકોન્ટિનેન્ટલ ઓફ ઇન્ડિયા સ્પર્ધાનો તાજ જીત્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આવતીકાલે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ

26મી ફેબ્રુઆરીએ ગુજરાતના સૌથી મોટા શહેર અમદાવાદનો 614મો જન્મદિવસ છે. અમદાવાદ ભારતનું પહેલું શહેર છે જેને યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન મળ્યું છે. ત્યારે અમદાવાદના જન્મ દિવસે જ માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળશે. અમદાવાદ શહેરની સ્થાપના બાદ એટલે કે, 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળવાના છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં BJP મુસ્લિમ વિજેતાઓમાં મોટો ઉછાળો

18 ફેબ્રુઆરીએ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા ત્યારે તે અપેક્ષા મુજબ જ આવ્યા હતા. ભાજપે નગરપાલિકાઓ, મ્યુનિસિપલ કોર્પોરેશનો અને જિલ્લા અને તાલુકા પંચાયતોમાં 2,171 બેઠકોમાંથી 1,608 બેઠકો જીતીને ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવ્યો હતો. પરંતુ તેના પ્રભાવશાળી પ્રદર્શનનું એક પાસું સ્પષ્ટ થયું: મતદાન કરનાર 66 નગરપાલિકાઓમાં (વધુ બે સંસ્થાઓમાં મધ્ય-સત્ર ચૂંટણીઓ યોજાઈ હતી), ભાજપની ટિકિટ પર ચૂંટાયેલા મુસ્લિમ ઉમેદવારોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો, શાસક પક્ષ એવા જિલ્લાઓમાં પ્રવેશ કરી રહ્યો છે જ્યાં લઘુમતી સમુદાયના મતદારો મોટી સંખ્યામાં છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતી ન્યૂઝ Surat અમદાવાદ ગુજરાત