/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે વહેલી સવારે સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ બેકાબૂ થતા વેપારીઓને કરોડોનું નુકસાન થયુ છે. ત્યાં જ મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે સોમનાથ-જૂનાગઢમાં શિવભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું છે.
મહાશિવરાત્રીના દિવસે દ્વારકામાં પ્રાચીન શિવલિંગ ચોરાઈ ગયું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિત ભીડભંજન ભવનેશ્વર મહાદેવ મંદિરમાંથી એક પ્રાચીન શિવલિંગ ચોરાઈ ગયું છે. આ વાતની જાણ થતાં જ પુજારીને આઘાત લાગ્યો. તેમણે તાત્કાલિક પોલીસને આ ચોરીની જાણ કરી હતી. ચોરીના સમાચાર મળતા જ પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
અમદાવાદમાં નગરદેવી માતા ભદ્રકાળીની નગરયાત્રા નીકળી
અમદાવાદમાં બુધવારે 614 વર્ષ બાદ માતા ભદ્રકાળીની નગરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા અમદાવાદ શહેરના સ્થાપના દિવસે નિકાળવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં માઈભક્તો જોડાયા હતા. આ નગરયાત્રા સવારે ભદ્રકાળી મંદિરથી શરૂ થઈ હતી. રથમાં માતા ભદ્રકાળીના પાદુકા શણગારીને લગભગ 6.25 કિલોમીટરના રૂટ પર શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સુરતના ટેક્સટાઈલ માર્કેટમાં આગ
સુરતમાં શિવશક્તિ ટેક્સટાઈલમાં આજે વહેલી સવારે લાગેલી આગ મોડી સાંજ સુધી બેકાબૂ છે. આ આગ પર કાબૂ મેળવવા ફાયર વિભાગ સતત પાણીનો મારો કરી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આ આગમાં અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનું નુક્શાન થયું હોઈ શકે છે. આ આગની ઝપેટમાં જે વેપારીઓની દુકાનો આવી છે તેમની આજીવિકાનું સાધન છીનવાઈ ગયું છે.
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી જૂનાગઢમાં મહાદેવના દર્શન કર્યા
આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જૂનાગઢ ખાતે આવેલ બીલનાથ મહાદેવના પૌરાણિક મંદિરમાં દેવાધિદેવ મહાદેવના દર્શન કરી પૂજા કરી હતી. તો જૂનાગઢમાં ભવનાથ મંદિરમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટ્યા છે. તો આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે સોમનાથમાં મારુતિ બીચ પર ભક્તોએ પાર્થેશ્વર શિવલિંગનું મહાપૂજન કર્યું હતું.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us