ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, ધોરણ 1, 6 થી 8 અને 12માં પુસ્તકો બદલાશે, અમીરગઢ પાસે અકસ્માતમાં 5 નાં મોત

Gujarat Top Headlines 27 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો.

Gujarat Top Headlines 27 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ધો- 1, 6 થી 8 અને ધો-12માં પાઠ્યપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે. ત્યાં જ અમીરગઢ પાસે અકસ્માતમાં 5 લોકોનાં મોત નિપજ્યા છે. ઉપરાત સુરત ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આઘના કારણે 400 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે. જેમાં વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

Advertisment

ધોરણ 1થી 8 અને 12માં પુસ્તકો બદલાશે

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળે આગામી શૈક્ષણિક વર્ષ 2025-26 થી ધો- 1, 6 થી 8 અને ધો-12માં પાઠ્યપુસ્તકો બદલવાનો નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક વર્ષમાં નવા પુસ્તકો અભ્યાસ ક્રમમાં લેવાના રહેશે. તેના માટે કુલ 14 પુસ્તકો નવા તૈયાર કરાશે. જેમાં સંસ્કૃત માધ્યમના 6 પુસ્તકો બદલાશે. પુસ્તકમાં નવા પ્રકરણો ઉમેરવાનો ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ દ્વારા નિર્ણય કરાયો છે.

સુરત ટેક્સટાઈલ માર્કેટમાં 400 દુકાનો બળીને ખાખ

સુરતમાં કાપડ બજારમાં 24 કલાકની અંદર બીજી વખત લાગેલી આગ એટલી ભીષણ બની કે તે માર્કેટના પાંચમા માળ સુધી ફેલાઈ ગઈ. આગ ઓલવવા માટે 50 થી વધુ ફાયર બ્રિગેડ વાહનો સ્થળ પર તૈનાત કરવામાં આવ્યા હતા. સુરતના શિવશક્તિ કાપડ બજારમાં આગ લાગી હતી. બજારમાં લગભગ 400 થી વધુ દુકાનો બળીને ખાખ થઈ ગઈ છે, આ આગના કારણે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.

https://twitter.com/ANI/status/1894795549326614710

અમીરગઢ પાસે અકસ્માતમાં 5 લોકોનાં મોત

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખૂણિયા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અહીં રાજસ્થાનથી આવતી બસ અને બોલેરો ગાડી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં 5 લોકોનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે.

Advertisment

ગુજરાતમાં હવામાનની નવી આગાહી

રાજ્યમાં આગામી 48 કલાક સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર ન થવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. ત્યારબાદ એટલે કે બે દિવસ બાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. બે દિવસ બાદ ઠંડીમાં થોડો વધારો થવાની શક્યતાઓ છે.

ગાંધીનગર બનાસકાંઠા ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત