/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો અનામત નીતિને દેશમાં “માથાનો દુખાવો” ગણાવતા ગુજરાત ભાજપના નેતાનો કથિત વીડિયો વાયરલ થયો છે. ત્યાં જ સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ જેલથી બહાર આવેલ આસારામે પાલનપુરમાં સત્સંગ કરીને નિયમભંગ કર્યાની ઘટના સામે આવી છે.
આસારામે જામીન મળતા જ કર્યો નિયમભંગ
સ્વાસ્થ્ય સમસ્યાઓને લઈ જેલથી બહાર આવેલ આસારામની મુશ્કેલીઓ ફરીથી વધી શકે છે. સુપ્રીમ કોર્ટે સારવાર કરાવવા માટે તેમને જામીન આપ્યા હતા પરંતુ આરોપ છે કે તે બનાસકાંઠાનના પાલનપુરમાં એક સત્સંગમાં સામેલ થયા હતા. સુપ્રીમ કોર્ટે મેડિકલ આધાર પર અંતરિમ જામીન આપતા ઘણી શરતો મૂકી હતી. જેનો આસારામે ભંગ કર્યો હોવાનો આરોપ તેમના પર છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત ભાજપના નેતાની ટિપ્પણીનો વીડિયો વાયરલ
અનામત નીતિને દેશમાં “માથાનો દુખાવો” ગણાવતા ગુજરાત ભાજપના નેતાનો કથિત વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકા દ્વારા રવિવારે આયોજિત પ્રજાસત્તાક દિને ધ્વજવંદન સમારોહમાં ભાષણ આપતી વખતે ભાજપના પ્રદેશ સચિવ નૌકાબેન પ્રજાપતિએ આ કથિત નિવેદન આપ્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
29-30 જાન્યુઆરીએ ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે
16મી ફેબ્રુઆરીએ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપે મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો નક્કી કરવા માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરી છે. આ માટે મુખ્યમંત્રી નિવાસ પર 29-30 જાન્યુઆરીએ ભાજપના પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે.
બસ રિપેર કરનારા 2 ફોરમેન ચગદાઈ ગયા
અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં AMTSની બસ રિપેર કરી રહેલા 2 ફોરમેન 2 બસ વચ્ચે ચગદાઈ જતાં કરૂણ મોત થયા હતા. આ ઘટનાને પગલે AMTS અને પોલીસનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us