ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, દીકરી માટે જાતિનો દાખલો ન મળતા પિતાએ આત્મહત્યા કરી

Gujarat Top Headlines 29 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. મામલતદારે દીકરી માટે જાતિનો દાખલો ન આપતા પિતાએ આત્મહત્યા કરી. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું કામ પુરજોશમાં.

Gujarat Top Headlines 29 january Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. મામલતદારે દીકરી માટે જાતિનો દાખલો ન આપતા પિતાએ આત્મહત્યા કરી. સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું કામ પુરજોશમાં.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મહાકુંભમાં જતા શ્રદ્ધાળુંઓ માટે અમદાવાદથી પ્રયાગરાજ માટે 11 ટ્રેનોની સુવિધા છે. ત્યાં જ મહીસાગરના કડાણા તાલુકાના અંતરિયાળ ગામે મામલતદારે દીકરી માટે જાતિનો દાખલો ન આપતા પિતાએ આત્મહત્યા કર્યાની ઘટના સામે આવી છે.

Advertisment

અમદાવાદથી પ્રયાગરાજ માટે 11 ટ્રેન

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો મેળો ચાલી રહ્યો છે. મહાકુંભમાં ડુબકી લગાવવા માટે ગુજરાતથી પણ અઢળક શ્રદ્ધાળુંઓ જઈ રહ્યા છે. ત્યાં જ ઘણા લોકો મહાકુંભમાં પહોંચવાનું પ્લાનિંગ પણ કરી રહ્યા છે. જો તમે પણ મહાકુંભમાં જવાની તૈયારી કરી રહ્યા છો તો પહેલા અમદાવાદથી પ્રયાગરાજની આ 11 ટ્રેનોનું લિસ્ટ ધ્યાનથી જોઈ લો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

મામલતદારે દીકરી માટે જાતિનો દાખલો ન આપતા પિતાએ આત્મહત્યા કરી

મહીસાગરના કડાણા તાલુકાના અંતરિયાળ ગામ રાણકપુરના 45 વર્ષીય આદિવાસી વ્યક્તિએ મંગળવારે કથિત રીતે આત્મહત્યા કરી જીવન ટૂંકાવ્યું હતું. તેમના પરિવારે દાવો કર્યો હતો કે તેમણે "અંગ્રેજીમાં જાતિના દાખલાની નકલ મેળવવામાં વિલંબ" ને કારણે આ દુખદ પગલું ભર્યું હતું. તેમની દીકરીનું કેન્દ્ર સરકારના એક વિભાગમાં તાજેતરની નિમણૂક થતા જાતિના દાખલાની અંગ્રેજી નકલની જરૂર હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સાણંદમાં સેમિકન્ડક્ટર પ્રોજેક્ટનું કામ પુરજોશમાં

દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ પરનું કામ ચાલુ કેલેન્ડર વર્ષના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. યુએસ ચિપમેકર માઈક્રોન ટેક્નોલોજીની સેમિકન્ડક્ટર એસેમ્બલી અને અમદાવાદ નજીક સાણંદ ખાતે ટેસ્ટિંગ ફેસિલિટીનું બાંધકામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે, એમ ટાટા પ્રોજેક્ટ્સે મંગળવારે જણાવ્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment
ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત