/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/12/Gujarat-Top-Headline-News.jpg)
Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)
Gujarat Top Headline: ગુજરાતના આજના મહત્ત્વના સમાચારની વાત કરીએ તો આજે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી સ્થિત 'ઇનલેન્ડ મૅન્ગ્રોવ ગુનેરી' સાઇટને ગુજરાતની પ્રથમ “બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઇટ“ તરીકે જાહેર કરવામાં આવી છે. ત્યાં જ વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં BHMSની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં આપઘાત કરવા મામલે પાંચ લોકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.
મેડિકલની વિદ્યાર્થિનીની આત્મહત્યા બાદ કોલેજમાં હોબાળો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Gujarat-Student-Suicide.jpg)
વિસનગરની મર્ચન્ટ હોમિયોપેથીક મેડિકલ કોલેજમાં BHMSની પ્રથમ વર્ષની વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં પોતાના રૂમમાં આપઘાત કરી લીધો હતો. ઘટનાને પગલે વિદ્યાર્થીએઓ ભારે વિરોધ નોંધાવ્યો છે. વિદ્યાર્થીઓની માગ બાદ આચાર્ય સહિત પાંચ લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી છે. વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો
અમદાવાદ બુલેટ ટ્રેનના સ્ટેશન નિર્માણનો વીડિયો
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Ahmedabad-Bullet-Train-Video.jpg)
નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન (NHSRCL) દ્વારા અમદાાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામ કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ NHSRCL તરફથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો અમદાવાદમાં બુલેટ ટ્રેનના સ્ટેશનના નિર્માણનો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
બાયોડાયવર્સિટી સંવર્ધન ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Biodiversity-Heritage-Site.jpg)
વન અને પર્યાવરણ વિભાગ અંતર્ગત ગુજરાત બાર્યોડાયવર્સિટી બોર્ડની જૈવિક વિવિધતાના સંરક્ષણ અને સંવર્ધનના મહત્ત્વના પગલાં રુપે ક્ચ્છ જિલ્લાના લખપત તાલુકાના ગુનેરી સ્થિત 'ઇનલેન્ડ મૅન્ગ્રોવ ગુનેરી' સાઇટને ગુજરાતની પ્રથમ “બાર્યોડાયવર્સિટી હેરિટેજ સાઇટ“ તરીકે જાહેર કરવામાં આવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
શક્તિપીઠ અંબાજી ખાતે 90 મકાનો પર બુલડોઝર
ગુજરાત સરકાર દ્વારા થોડા દિવસો પહેલા જ દ્વારકામાં મોટા પાયે બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાં જ શક્તિપીઠ યાત્રાધામ અંબાજી પર બુલડોઝર કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. આ કાર્યવાહી બનાસકાંઠા જિલ્લામાં સ્થિત શક્તિપીઠ અંબાજી મંદિરથી લગભગ એક કિલોમીટર દૂર કરવામાં આવી રહી છે. ગુરુવારે ભારે પોલીસ દળની તૈનાતી અને દેખરેખ વચ્ચે ભારે મશીનરી વડે રહેણાંક અને અન્ય ઇમારતો તોડી પાડવામાં આવી રહી હતી.
તમને જણાવી દઈએ કે શક્તિ કોરિડોરના માર્ગ પરના મકાનો તોડી પાડવા સામે લગભગ 60 લોકોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ હાઈકોર્ટે કોઈપણ રાહત આપવાનો ઇનકાર કર્યો હતો અને સિસ્ટમમાંથી તાત્કાલિક દબાણ દૂર કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પછી ગેરકાયદેસર ઇમારતોને બુલડોઝરથી તોડી પાડવામાં આવી રહી છે. વહીવટીતંત્રે બુધવારે સાંજે 5 વાગ્યે લોકોને ઘર ખાલી કરવાની છેલ્લી તક આપી હતી. ઘર ખાલી કરાવ્યા બાદ સાંજે જ બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 90 રહેણાંક મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસના બે iPhone ચોરાઈ ગયા
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના બે મોબાઈલ ફોન દેહરાદૂનમાંથી ચોરાઈ ગયા હતા. આ ચોરીની ઘટના મસૂરી રોડ પર બની હતી. આ અંગે રાજપુર પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી છે. આ ઘટના ત્યારે બની જ્યારે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ એક લગ્ન સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા. બાર અને બેન્ચના રિપોર્ટ મુજબ, એક ફોન ગુજરાતના મુખ્ય ન્યાયાધીશના નામે નોંધાયેલો હતો, જ્યારે બીજો ફોન ગુજરાત હાઇકોર્ટના રજિસ્ટ્રાર જનરલના નામે ખરીદવામાં આવ્યો હતો.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us