Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે દાહોદ જિલ્લામાં એક મહિલાને માર મારી ગામમાં અર્ધનગ્ન અવસ્થામાં ફેરવી હોવાનો વીડિયો વાયરલ થયો છે. ત્યાં જ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે.
દાહોદમાં મહિલા પર અત્યાચાર
દાહોદ જિલ્લામાં એક પરિણીતાને પ્રેમીને મળવા જવું ભારે પડ્યું હતું. પકડાઈ જતાં લોકોએ અર્ધલગ્ન કરીને બાઈક સાથે આખા ગામમાં વરઘોડો કાઢ્યો હતો. એટલું જ નહીં આ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવી વાયરલ પણ કરવામાં આવ્યો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપે ઉમેદવારો જાહેર કર્યા
રાજ્યની 66 નગરપાલિકાઓની ચૂંટણી માટે 16 ફેબ્રુઆરીએ મતદાનની તારીખ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરી છે. ત્યાં જ 18 ફેબ્રુઆરીએ મતગણતરી હાથ ધરાશે. ત્યારે આજે ગુજરાત ભાજપે પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં ઠંડીની સંતાકૂકડી
ગુજરાતમાં શિયાળો ધીમે ધીમે અંત તરફ આગળ વધી રહ્યો છે ત્યારે રાજ્યમાં ઠંડી સંતાકૂકડી રમતી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં ઠંડી એક દિવસ વધે છે તો અચાનક ઘટે પણ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
રાજ્યમાં વધુ એક ભરતીમાં ગોટાળાનો આક્ષેપ
ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં સિનિયર ક્લાર્કની ભરતીમાં ગોટાળો થયાનો આરોપ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે લગાવ્યો છે. સિનિયર ક્લાર્કની પરીક્ષામાં એક ઉમેદવારને 210માંથી 210 માર્ક આવ્યા હતા. નેગેટિવ માર્કિંગ છતાં ખોટા જવાબમાં પણ પૂરા માર્ક્સ આપવામાં આવ્યા હોવાના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે કર્યો છે.





