ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, નીતિન પટેલનું નિવેદન ચર્ચામાં, પતિએ પત્નીના પ્રાઈવેટ વીડિયો પોસ્ટ કર્યા

Gujarat Top Headlines 3rd february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. નીતિન પટેલનું નિવેદન ચર્ચામાં, પતિએ પત્નીના પ્રાઈવેટ વીડિયો પોસ્ટ કર્યા, અમરેલી લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો.

Gujarat Top Headlines 3rd february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. નીતિન પટેલનું નિવેદન ચર્ચામાં, પતિએ પત્નીના પ્રાઈવેટ વીડિયો પોસ્ટ કર્યા, અમરેલી લેટરકાંડ મામલે નવો વળાંક આવ્યો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું રાજકારણમાં દલાલો વધી ગયા હોવાનું નિવેદન ચર્ચાનો વિષય રહ્યું છે. તો અમરેલી લેટરકાંડ મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાના નાર્કો ટેસ્ટની તૈયારી બતાવી છે. ત્યાં જ અમદાવાદમાં એક પતિએ પોતાની જ પત્નીના પ્રાઈવેટ વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દેતા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.

Advertisment

રાજકારણમાં હવે દલાલો વધી ગયા

કડીના ડરણ ગામે નવા મકાનના લોકાર્પણ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું, હવે રાજકારણમાં દલાલો વધી ગયા છે. દલાલી કરીને અધિકારીઓ સાથે ઓળખાણ કરી લેવાની, ભાજપનો હોદ્દેદાર કે કાર્યકર્તા અથવા નેતા છું એટલે અધિકારી ફટાફટ કામ કરી આપે એટલે ભાજપ સરકારે બહુ મોટા સુખી કર્યા છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

રાજ્યમાં 48 કલાક સુધી ઠંડીનો ચમકારો યથાવત રહેશે

રાજ્યમાં અત્યારે ઠંડીનો જોરદાર ચમકારો અનુભવાઈ રહ્યો છે ત્યારે આગામી 48 કલાક દરમિયાન ઠંડીમાં કોઈ ઘટાડો નહીં થાય અને આવો જ ચમકારો યથાવત રહેવાની શક્યતાઓ હવામાન વિભાગે સેવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

અમરેલી લેટરકાંડ મામલે નોર્કો ટેસ્ટની તૈયારી

અમરેલી લેટરકાંડ મામલે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને સમગ્ર પ્રકરણની હાઈકોર્ટના નિવૃત્ત જજ દ્વારા તપાસની માંગણી કરી છે. તેમણે આ લેટરકાંડમાં તેમને પોતાના નાર્કો ટેસ્ટની તૈયારી પણ બતાવી છે.

Advertisment

પતિએ પોતે પત્નીના પ્રાઈવેટ વીડિયો વાયરલ કર્યો

અમદાવાદમાં એક વ્યક્તિએ કથિત રીતે તેની જ પત્નીના પ્રાઈવેટ વીડિયો ઓનલાઈન પોસ્ટ કર્યા હતા કારણ કે તે છૂટાછેડા માંગી રહી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તેના વિરુદ્ધ કેસ નોંધ્યો છે. પોલીસે જણાવ્યું કે પરિણીત યુગલ એક વર્ષથી અલગ રહેતું હતું. લગ્નજીવનમાં સમસ્યાઓનો સામનો કરી રહેલી આ મહિલા તેના માતા-પિતાના ઘરે પાછી ફરી હતી. ત્યારબાદ તેણીએ તેના પતિને છૂટાછેડા લેવાના તેના નિર્ણય વિશે જાણ કરી હતી. જેના પછી પતિએ કથિત રીતે પોતાની જ પત્નીના પ્રાઈવેટ ફોટો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી દીધા હતા.

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત