ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, ગુજરાતમાં UCC લાગુ થશે, મોરબીમાં મિત્રએ જ મિત્રને મારી ગોળી

Gujarat Top Headlines 4 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતમાં પણ UCC લાગુ થશે, મોરબીમાં શિકાર દરમિયાન મિત્રએ મિત્રને ગોળી મારી દીધી, સુરતમાં પોલીસ સ્ટેશનમાં થઈ લગ્નની વિધિ.

Gujarat Top Headlines 4 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતમાં પણ UCC લાગુ થશે, મોરબીમાં શિકાર દરમિયાન મિત્રએ મિત્રને ગોળી મારી દીધી, સુરતમાં પોલીસ સ્ટેશનમાં થઈ લગ્નની વિધિ.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે મોરબીમાં શિકાર કરવા ગયેલા યુવકના મોતની ઘટના પરથી પડદો ઉંચકાયો છે અને મિત્ર જ મિત્રની હત્યાનો આરોપી બની ગયો છે. ત્યાં જ સુરતમાં એક લગ્ન સમારંભમાં ભોજન ખૂટ્યાની બબાલ પોલીસ સ્ટેશન પહોંચ્યા બાદ પોલીસમથકમાં જ લગ્નની વિધિ કરવામાં આવી હતી.

Advertisment

ગુજરાતમાં પણ લાગુ થશે UCC

ઉત્તરાખંડ બાદ હવે બીજેપી શાસિત અન્ય રાજ્ય ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેની જાહેરાત કરી છે. આ અંગે એક કમિટી પણ બનાવવામાં આવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

મોરબીમાં શિકાર દરમિયાન મિત્રએ મિત્રને ગોળી મારી દીધી

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં એક યુવાન પોતાના બે મિત્રો સાથે મોરબી જિલ્લા માળિયા તાલુકાના વાવાણિયા ગામ બાજુ શિકાર કરવા ગયો હતો. દરમિયાન શિકાર કરવા બાબતે મૃતક યુવકની તેના જ મિત્રો સાથે બોલાચાલી થઈ ગઈ હતી. જે બાદ મિત્રએ જ મિત્રને ગોળી ધરબી દીધી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સુરતમાં પોલીસ સ્ટેશનમાં થઈ લગ્નની વિધિ

સુરતના વરાછા વિસ્તારમાં રવિવારે અંજલી કુમારી અને રાહુલ પ્રમોદ મહતો નામના યુગલ લક્ષ્મી હોલમાં લગ્ન કરી રહ્યા હતા. વરરાજા અને દુલ્હન બંને બિહારના રહેવાસી હતા. વરરાજા અને કન્યાએ લગ્નમંડપમાં લગ્નની લગભગ બધી વિધિઓ પૂર્ણ કરી લીધી હતી. પછી લગ્ન પક્ષ અને મહેમાનોને પીરસવામાં આવતું ખાવાનું ખુટી જવાના કારણે વરરાજાના પરિવારે અચાનક ચાલી રહેલી લગ્ન વિધિઓ અટકાવી દીધી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

ગુજરાત સરકારમાં વર્ગ 1-2 ની ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં કુલ 496 જગ્યાઓ બહાર પાડી છે. આ જગ્યાઓ ઉપર ઉમેદવારો પસંદ કરવા માટે જીપીએસસીએ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી માટે અરજી પ્રક્રિયા 1 ફેબ્રુઆરી 2025થી શરુ થઈ ગઈ છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં 24 કલાક બાદ ઠંડીનું જોર વધશે

જાન્યુઆરીના છેલ્લા સપ્તાહમાં ઠંડીમાં એકદમ ઘટાડો નોંધાયા બાદ ફેબ્રુઆરીની શરુઆતથી ઠંડીનું જોર વધવા લાગ્યું હતું. ત્યારે રાજ્યમાં અત્યારે 15 ડિગ્રીની આસપાસ લઘુતમ તાપમાન જોવા મળી રહ્યું છે. અને આગામી 24 કલાક બાદ હજી પણ બે ત્રણ ડિગ્રી તાપમાન ઘટવાની શક્યતા હવામાન વિભાગે સેવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગાંધીનગર ગુજરાતી ન્યૂઝ મોરબી અમદાવાદ ગુજરાત