ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, અમેરિકાએ 33 ગુજરાતીઓને ડિપોર્ટ કર્યા, અમદાવાદમાં પિતાએ પુત્રની કરી હત્યા

Gujarat Top Headlines 5 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કરી, અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થામાં કૂલ 33 ગુજરાતી લોકો સામેલ છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે.

Gujarat Top Headlines 5 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. અમદાવાદમાં પિતાએ પુત્રની હત્યા કરી, અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થામાં કૂલ 33 ગુજરાતી લોકો સામેલ છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમેરિકામાંથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતી ઈમિગ્રન્ટ્સ લશ્કરી વિમાનમાં પંજાબ પહોંચ્યા હતા. ત્યાં જ અમદાવાદમાં એક પિતાએ પોતાના જ પુત્રની હત્યા કરવાની ઘટના સામે આવી છે. ઉપરાંત હવામાન વિભાગે આગામી 24 કલાકમાં રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી કરી છે.

Advertisment

અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 33 ગુજરાતી પરત આવ્યા

અમેરિકામાંથી ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સનો પહેલો જથ્થામાં કૂલ 33 ગુજરાતી લોકો સામેલ છે જેમાં સૌથી વધુ લોકો ઉત્તર ગુજરાતની વતની છે. ત્યાં જ આ યાદીમાં સૌથી વધુ પટેલ અને ઉત્તર ગુજરાતના વતની છે. અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 100 થી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સને લઈને એક લશ્કરી વિમાન બુધવારે બપોરે અમૃતસરના શ્રી ગુરુ રામદાસ જી આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યું હતું. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

કળિયુગી બાપે સગીર પુત્રની કરી હત્યા

અમદાવાદમાં એક પિતાએ તેના 10 વર્ષના પુત્રને ‘સોડિયમ નાઇટ્રેટ’ નામનું ઝેરી પદાર્થ ભેળવેલું પાણી આપીને તેની હત્યા કરી હોવાનો આરોપ છે. બાપુનગર પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે, કલ્પેશ ગોહેલ (47) એ પોતાના પુત્રની હત્યા કર્યા પછી આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી પરંતુ તેને અમલમાં મૂકી ન હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

આગામી 24 કલાકમાં પડશે કાતિલ ઠંડી

ગુજરાતમાં શિયાળો વિદાય તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અત્યારે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો છે. આગામી 24 કલાકમાં રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. એટલે 24 કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

ગુજરાત જાહેર સેવા આયોગમાં ભરતી

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. જે અંતર્ગત નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની કુલ 72 જગ્યાઓ પર ઉમેદવાર પસંદ કરવાના હોવાથી સંસ્થાએ લાયક અને રસ ધરાવતા ઉમેદવારો પાસે ઓનલાઈન અરજીઓ મંગાવી છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત