ગુજરાત: આજના મહત્ત્વના સમાચાર, CM આવતીકાલે મહાકુંભ મેળામાં જશે, રાજ્યમાં હજી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે

Gujarat Top Headlines 6 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતમાં હજી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે, ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો.

Gujarat Top Headlines 6 february Gujarati News: ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર અહીં વાંચો. ગુજરાતમાં હજી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે, ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા, સુરતમાં ગટરમાં ખાબકેલા બાળકનો મૃતદેહ 24 કલાક બાદ મળ્યો.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Gujarat Top News, Gujarat Top Headlines News, Headlines at 8pm, Today Gujarat Headlines,

Gujarat Top Headlines News | ગુજરાતના આજના સૌથી મહત્વના સમાચાર (તસવીર: Freepik)

Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો આજે અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા. સુરતમાં 24 કલાકના રેસ્ક્યૂ ઓપરેશન બાદ પણ ગટરમાં ખાબકેલા બાળકનું મોત થયું. ત્યાં જ રાજ્યમાં હજી પણ આગામી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેશે. આ ઉપરાંત આવતીકાલે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ 2025 માં પહોંચશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે.

Advertisment

ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે મહાકુંભમાં પહોંચશે

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ શુક્રવાર, 7 ફેબ્રુઆરીના રોજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે ચાલી રહેલા મહાકુંભ મેળા 2025ની મુલાકાત લેશે અને ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવશે. આ પહેલા તેઓ સવારે 9.30 વાગ્યે પ્રયાગરાજ પહોંચશે અને બડે હનુમાનજી મંદિરમાં પણ મુલાકાત લેશે અને પૂજા કરશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

સુરતમાં 24 કલાક બાદ બાળકનો મૃતદેહ મળ્યો

બુધવારે સાંજે શહેરના વરિયાવ વિસ્તારમાં એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરના મેનહોલમાં પડી ગયું હતું. બાળકની શોધખોળ માટે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ (SFES) ના કર્મચારીઓ તેમજ સ્થાનિક લોકો જોડાયા હતા. પરંતુ 24 કલાકની શોધખોળ બાદ આ બાળકનો મૃતદેહ વરિયાવ પંપિંગ સ્ટેશનમાંથી બહાર કાઢ્યો હતો. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ડિપોર્ટ થયેલા ગુજરાતીઓ અમદાવાદ પહોંચ્યા

અમેરિકાથી ડિપોર્ટ કરેલા ગુજરાતીઓને લઈને એક વિમાન ગુરુવારે વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર પહોંચ્યું હતું. અને એરપોર્ટ પરથી એક પછી એક લોકોને પોતાના વતન મોકલવાની કામગીરી હાથધરવામાં આવી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

Advertisment

ગુજરાતમાં હજી ત્રણ દિવસ ઠંડીનું જોર રહેશે

ગુજરાતમાં અત્યારે ઠંડીનું મોજું ફરી વળ્યું છે. રાજ્યમાં ઠંડીનો નવો રાઉન્ડ શરુ થતાં જ કાતિલ ઠંડીના કારણે લોકો ઠુંઠવાયા હતા. હજી પણ ત્રણ દિવસ ઠંડીનો આવો જ ચમકારો રહેવાની શક્યતા હવામાન વિભાગે સેવી હતી. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં સરકારી નોકરી મેળવવાની ઉત્તમ તક

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તાજેતરમાં વિવિધ વિભાગોમાં 496 જગ્યાઓ બહાર પાડી છે. GPSC ભરતી અંતર્ગત નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગમા મદદનીશ ઈજનેર (સિવિલ), વર્ગ-2ની કુલ 65 જગ્યાઓ ભરવાની છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો

ગુજરાતી ન્યૂઝ અમદાવાદ ગુજરાત