Gujarat Top Headline: ગુજરાતના આજના મુખ્ય સમાચારની વાત કરીએ તો રાજ્યમાં આગામી 48 કલાક દરમિયાન તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને કાતિલ ઠંડી યથાવત રહેશે. ત્યાં જ બનાસકાઠામાં દલિત યુવકના લગ્નમાં વરઘોડા દરમિયાન 145 પોલીસકર્મીઓ સુરક્ષામાં તૈનાત રહ્યા હતા. આ ઉપરાંત ગુજરાત બોર્ડ પરીક્ષા માટે એક્શન પ્લાન જાહેર કર્યો છે.
બનાસકાંઠામાં 145 પોલીસકર્મી બન્યા જાનૈયા
બનાસકાંઠા જિલ્લામાં દલિત વકીલ મુકેશ પેરેચાએ ઘોડી પર સવાર થઈને તેમના લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. આ વિસ્તારના કોઈપણ દલિત પરિવારમાં ઘોડા પર ચઢી લગ્ન કરવાનો આ પહેલો કિસ્સો હતો. લગ્નના વરઘોડાની સુરક્ષા માટે 145 પોલીસકર્મીઓ હાજર રહ્યા હતા. બાદમાં વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ પોલીસ અધિકારીઓ સાથે વરરાજાની ગાડીમાં બેઠા હતા. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાત બોર્ડ પરીક્ષા માટે એક્શન પ્લાન જાહેર
આગામી 27મી ફેબ્રુઆરીથી ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજાનારી છે. આ માટે ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા એક્શન પ્લાન જાહેર કરવામાં આવ્યો છે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
ગુજરાતમાં 48 કલાક કાતિલ ઠંડી રહેશે
આગામી 48 કલાક દરમિયાન રાજ્યના તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય અને ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી જેટલું તાપમાન ઘટવાની શક્યાત હવામાન વિભાગે કરી છે. ગુજરાત વાસીઓને 48 કલાક બાદ ઠંડીમાંથી આંશિક રાહત મળશે. વધુ માહિતી માટે અહીં ક્લિક કરો
દાહોદમાં 4 મહિનાની માસૂમ બાળકીને ડામ દીધા
દાહોદ જિલ્લાના હિમલા ગામે અંધશ્રદ્ધાનો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં ચાર મહિનાના બાળકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાને બદલે, પરિવાર તેને એક તાંત્રિક પાસે લઈ ગયા હતા જ્યાં તેને તાંત્રિક દ્વારા ડામ આપવામાં આવ્યા હતા. માસુમ બાળકને શરદી, ખાંસી અને તાવ હતો. જેથી અંદ્ધશ્રદ્ધાથી પીડિત માતા-પિતા તેને તાંત્રિક પાસે લઈ ગયા, ત્યારે તેણે માસુમ બાળકમાં દુષ્ટ આત્મા છે કહી ગરમ લોખંડના સળિયાથી ડામ આપ્યા હતા.
ગુજરાત સરકારે પાટીદારો વિરૂદ્ધના કેસ પરત ખેંચ્યા
રાજ્ય સરકારે હાર્દિક પટેલ અને અન્ય લોકો સામે નોંધાયેલો રાજદ્રોહનો કેસ પાછો ખેંચી લીધો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન હાર્દિક પટેલ અને તેના સાથીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો હતો. આંદોલન પછી હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા હતા.
જો કે હાર્દિક પટેલ 2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. હાર્દિક પટેલ હાલમાં અમદાવાદ જિલ્લાના વિરમગામથી ધારાસભ્ય છે. ગુજરાતમાં 2015માં પાટીદાર અનામત આંદોલન થયું હતું. આ પછી રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલને પદ છોડવું પડ્યું હતું. આ આંદોલનને કારણે 2017 ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ફક્ત 99 બેઠકો જીતી શક્યું હતું.
સીએમ ભૂપેન્દ્ર પટેલે મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરી જળ અર્ધ્ય અર્પણ કર્યા હતા. જે બાદ તેમણે ઉત્તરપ્રદેશ સરકારે મહાકુંભ 2025 મેળામાં આવતા યાત્રીઓ માટે કરેલી વ્યવસ્થાઓની પ્રશંસા કરી હતી. જે બાદ તેમણે જણાવ્યું હતું કે, “પ્રયાગરાજના દિવ્ય મહાકુંભમાં આસ્થાની ડુબકી લગાવવી એ લાખો શ્રદ્ધાળુઓની મનોકામના હોય છે. આજે મહાકુંભમાં આસ્થા, ભક્તિ અને આધ્યાત્મના અદ્ભુત માહોલ વચ્ચે ત્રિવેણી સંગમ સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કરવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું”.