Changes in Gujarat’s climate: ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં અત્યારે ભારે હિમ વર્ષા થઈ રહી છે. જેની અસર ગુજરાત ઉપર પણ જોવા મળી રહી છે. અત્યારે ગુજરાતમાં કાતિલ ઠંડી પડી રહી છે. પરંતુ હવે ભર શિયાળે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોથી આવતા અઠવાડિયે 27 અને 28 ડિસમ્બરના રોજ ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી સાચી સાબિત થઈ રહી હોય તેમ રાજ્યના ઘણા જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભર શિયાળે વરસાદી માહોલ સર્જાય તેવી શક્યતાઓ ઉભી થઈ છે. જોકે ભર શિયાળામાં માવઠા બાદ ઠંડીનો પ્રકોપ પણ વધી શકે છે અને લઘુત્તમ તાપમાન ચાર થી પાંચ ડિગ્રી ગગડી શકે તેવી પણ વકી રહેલી છે. પરિણામે લોકોને હાડ થીજવતી ઠંડીનો અનુભવ થઈ શકે છે.
આ પણ વાંચો: જયશંકરે વિશ્વને મોટો સંદેશ, ‘અમે બીજાને અમારા નિર્ણયો પર વીટો લગાવવાની મંજૂરી આપી શકીએ નહીં’
ગુજરાતના વાતાવરણમાં પલટો
u
- હવામાન વિભાગની આગાહી મુજબ 27 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં માવઠું થવાની શક્યતા છે.
- 28 ડિસેમ્બરે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠું થવાની ભીતિ રહેલી છે.
- કડકડતી ઠંડી વચ્ચે સામાન્ય તાપમાન ઉચકાયુ છે અને જો માવઠુ થાય તો પારો ચારથી પાંચ ડિગ્રી ગગડી શકે છે અને તે સમયગાળામાં ઠંડાગાર પવનથી હાડ થીજવતી ઠંડી પડવાની પણ શક્યતાઓ રહેલી છે.
- હવામાન વિભાગે કમોસમી માવઠાની આગાહી કરતાં જ ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે.
કમોસમી વરસાદ બાદ કડકડતી ઠંડી પડશે
ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હાલ કડકડતી ઠંડી પડી રહી છે. જો કે છેલ્લા ત્રણ દિવસથી તાપમાન સામાન્ય ઉચકાયુ છે અને પારો 12 થી 13 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યુ છે. પરંતુ માવઠું થાય તો 27 થી 29 ડિસેમ્બર સુધીના સમયગાળામાં લઘુત્તમ તાપમાન 9 થી 10 ડિગ્રીની આસપાસ રહી શકે છે. કેટલાક વિસ્તારોમાં રેકોર્ડબ્રેક ઠંડી પડવાની પણ શક્યતાઓ છે.





