Gujarat Weather Update: ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડશે, જાણો ક્યારે વરસાદ પડશે?

Gujarat Winter Weather Update: ગુજરાતમાં હાલ ઠંડીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યનું તાપમાન 2 ડિગ્રી વધી શકે છે.

Written by Rakesh Parmar
January 11, 2025 10:16 IST
Gujarat Weather Update: ગુજરાતમાં 15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી પડશે, જાણો ક્યારે વરસાદ પડશે?
હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે ઠંડી પડી શકે છે. (Express File Photo)

Gujarat Winter Weather Update: ગુજરાતમાં હાલ ઠંડીનો પ્રકોપ યથાવત છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યનું તાપમાન 2 ડિગ્રી વધી શકે છે. પરંતુ તેના પછી તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રાજ્યના ઘણા વિસ્તારોમાં ભારે ઠંડી પડી શકે છે. હવમાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અમદાવાદમાં તાપમાન 15.1 ડિગ્રી અને 29.4 ડિગ્રી વચ્ચે રહી શકે છે. 11.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર છે.

15 જાન્યુઆરી સુધી હાડ થીજવતી ઠંડી રહેશે

આ દરમિયાન હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ હવામાનની આગાહી કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ઉત્તરાયણમાં પવનની ગતિ સારી રહેશે. સવારે રાજ્યમાં પવનની ગતિ 6 કિમી પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે. બપોરે પવનની ગતિ 10 થી 15 કિમી પ્રતિ કલાક સુધી વધી શકે છે. આ સાથે તેમણે જણાવ્યું કે 10 થી 15 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના ઘણા ભાગોમાં હાડ થીજવતી ઠંડી પડવાની સંભાવના છે. ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો 15 મી તારીખ સુધી ઠંડા રહેશે. ઉત્તરાયણ પછી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ઠંડી ઓછી થઈ શકે છે. 24 જાન્યુઆરી પછી રાજ્યમાં ભારે ઠંડી પડશે. 22-23 સુધી કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ શહેરોનું તાપમાન ઘટ્યું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગઈકાલે રાત્રે રાજ્યમાં નલિયામાં 11.4 ડિગ્રી, ડીસામાં 11.8, વડોદરામાં 12.4, ભુજમાં 13.1, મહુવામાં 13.9, પોરબંદરમાં 14, સુરેન્દ્રનગરમાં 14, કેશોદમાં 14.4, વલ્લભ વિદ્યાનગરમાં 14.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં 14.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં 15.1 ડિગ્રી, અમરેલીમાં 15.5, ભાવનગરમાં ઍ5.6, કંડલા પોર્ટમાં 16, દ્વારકામાં 17.7, સુરતમાં 18.8, વેરાવળમાં 18.9 અને ઓખામાં 19.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ