Gujarat Weather Updates : ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, સવારે ગાઢ ધુમ્મસ, ઠંડા પવનોથી લોકો ઠુંઠવાયા

today weather update, Gujarat winter : ગુજરાતમાં સોમવારે સવારે ગાઢ ધુમ્મસ રહ્યું હતું. જેના પગલે વિઝિબિલિટી ઝીરો થતાં વાહન ચાલકો પરેશા થયા હતા.

today weather update, Gujarat winter : ગુજરાતમાં સોમવારે સવારે ગાઢ ધુમ્મસ રહ્યું હતું. જેના પગલે વિઝિબિલિટી ઝીરો થતાં વાહન ચાલકો પરેશા થયા હતા.

author-image
Ankit Patel
પર અપડેટ કર્યું
New Update
Gujarat Weather | Gujarat Temperature | Gujarat Weather Forecast

ગુજરાતમાં કડકડતી ઠંડી, હવામાન વિભાગની ઠંડીની આગાહી

Gujarat weather winter news, IMD forecast : ઉત્તર ભારતના રાજ્યોમાં હીમવર્ષાની અસર ગુજરાત ઉપર પણ પડી રહી છે. છેલ્લા બે દિવસમાં ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો હતો. બે દિવસમાં રાજ્યમાં સરેરાશ લઘુત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી નીચું ગયું છે. નલિયામાં ઠંડીનો પારો પાંચ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. આમ રવિવારે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું હતું. જ્યારે 17.3 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ઓખા રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું હતું.

Advertisment

સવારમાં ગાઢ ધુમ્મસથી વાહન ચાલકો પરેશાન, વિમાની સેવાને અસર

ગુજરાતમાં સોમવારે સવારે ગાઢ ધુમ્મસ રહ્યું હતું. જેના પગલે વિઝિબિલિટી ઝીરો થતાં વાહન ચાલકો પરેશા થયા હતા. જોકે, મળતી માહિતી પ્રમાણે ગાઢ ધુમ્મસના કારણે વિમાન અને રેલવે સેવાને પણ અસર પહોંચી હતી. તાપમાનનો પારો ગગડવાની સાથે જ ઠંડા પવનોના કારણે લોકો ઠુંઠવાયા હતા. ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 5.4 ડિગ્રી નલિયામાં નોંધાયું હતું. જ્યારે સૌથી વધારે ઓખામાં 17.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. આ ઉપરાંત રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં સરેરાશ તાપમાન 10થી 12 ડિગ્રી વચ્ચે નોંધાયું હતું.

ગુજરાતમાં રવિવારે ક્યાં કેટલી ઠંડી નોંધાઈ

શહેરમહત્તમલઘુત્તમ
અમદાવાદ26.209.3
ડીસા23.410.2
ગાંધીનગર26.008.3
વલ્લભ વિદ્યાનગર26.910.8
વડોદરા26.411.8
સુરત26.015.4
વલસાડ0014.0
દમણ24.415.6
ભુજ23.409.6
નલિયા22.805.4
કંડલા પોર્ટ23.012.8
કંડલા એરપોર્ટ23.011.0
ભાવનગર24.212.6
દ્વારકા23.614.9
ઓખા22.517.3
પોરબંદર25.011.4
રાજકોટ24.910.3
વેરાવળ25.213.6
દીવ24.410.5
સુરેન્દ્રનગર24.511.2
મહુવા26.810.6

શું છે હવામાન વિભાગની આગાહી?

હવામાન વિભાગે જણાવ્યું હતું કે તીવ્ર પશ્ચિમી વિક્ષેપ 20 જાન્યુઆરીથી 26 જાન્યુઆરીની રાત્રિ દરમિયાન પશ્ચિમ હિમાલયન ક્ષેત્ર અને 23 થી 26 જાન્યુઆરી, 2023 દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતના મેદાનોને અસર કરે તેવી સંભાવના છે. વિભાગે કહ્યું કે તેના પ્રભાવ હેઠળ 20 થી 22 જાન્યુઆરીએ જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હળવોથી મધ્યમ વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે.

Advertisment

આ પણ વાંચોઃ-આજનો ઇતિહાસ : 23 જાન્યુઆરી, સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ અને તેમની યાદીમાં ભારતમાં ‘પરાક્રમ દિવસ’ની ઉજવણી

આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

હવામાન વિભાગ પ્રમાણે 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. દરમિયાન, જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાનના ભાગો અને દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર વધારો થયો છે, જેનાથી શીત લહેરોની સ્થિતિમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો છે, જ્યારે પાલમમાં લઘુત્તમ તાપમાન નવ ડિગ્રી પર પહોંચી ગયું છે. પૂર્વ ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશાના ભાગોમાં મધ્યમ ધુમ્મસ જોવા મળ્યું હતું.

વેધર ન્યૂઝ શિયાળો બ્રેકિંગ ન્યૂઝ કોલ્ડ વેવ આજનું હવામાન અપડેટ ગુજરાત દેશ