IMD Weather Forecast, Gujarat Weather Forecast Today: છેલ્લા કેટલાક દિવસથી કડકડતી ઠંડીનો પ્રકોપ સહન કરી રહેલા ઉત્તર ભારતના લોકો માટે આવનારા દિવસોમાં થોડી રાહત મળવાના આસાર છે. જોકે, દિલ્હી એનસીઆરમાં આજે સવારથી મૌસમ સાફ છે. બુધવારે પણ એનસીઆરમાં મોટાભાગના વિસ્તારોમાં ઘુમ્મસ ન્હોતું જોવા મળ્યું જોકે, ગુજરાતમાં ઠંડીની વાત કરીએ તો ગુજરાતમાં ઠંડી પડી રહી છે. લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ગુજરાતમાં સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ છે. નલિયામાં તાપમાન 8.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે સૌથી વધારે તાપમાન ઓખામાં 20.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગનું માનવું છે કે 31 ડિસેમ્બરથી ઉત્તર ભારતમાં ફરથી ઘુમ્મસ છવાસે અને લોકોએ શીત લહેરનો સામનો કરવો પડશે.
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગ અનુસાર (IMD Weather Prediction) આગામી 48 કલાકમાં ઉત્તરાખંડ, પંજાબ અને બિહારના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ રહેવાનું અનુમાન છે. આ 30 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી વચ્ચે ઉત્તર પ્રદેશ, હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ગાઢ ધુમ્મસ પડવાનું અનુમાન છે. હવામાન વિભાગે 29 અને 30 ડિસેમ્બર માટે અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરા માટે પણ ગાઢ ધુમ્મસનું અનુમાન લગાવ્યું છે.
ગુજરાતમાં બુધવારે કેવી પડી ઠંડી?
ગુજરાતમાં ધીમે ધીમે ઠંડીનો પારો વધતો જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતના લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડે છે. ત્યારે બુધવારે સૌથી વધારે ઠંડી નલિયામાં નોંધાઈ હતી. નલિયા 8.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે ગુજરાતનું સૌથી ઠંડુગાર શહેર બન્યુ હતું. જ્યારે ઓખામાં 20.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 12 ડિગ્રીથી 17 ડિગ્રી વચ્ચે રહ્યું હતું.
આ પણ વાંચોઃ- Today News Live Updates: ગુજરાત સહિત દેશ-વિદેશના તમામ તાજા સમાચાર વાંચવા અહિં ક્લિક કરો
બુધવારે ગુજરાતના ઠંડીના આંકડા
શહેર | મહત્તમ | લઘુત્તમ |
અમદાવાદ | 28.4 | 12.1 |
ડીસા | 30.0 | 11.4 |
ગાંધીનગર | 27.0 | 10.2 |
વડોદરા | 29.0 | 14.0 |
વલ્લભ વિદ્યાનગર | 27.9 | 12.2 |
સુરત | 30.1 | 14.9 |
વલસાડ | 30.5 | 14.5 |
દમણ | 27.2 | 15.0 |
ભુજ | 30.6 | 11.7 |
નલીયા | 29.8 | 08.2 |
કંડલા પોર્ટ | 27.6 | 13.6 |
કંડલા એરપોર્ટ | 29.8 | 11.4 |
ભાવનગર | 28.1 | 14.4 |
દ્વારકા | 28.6 | 14.8 |
ઓખા | 26.1 | 20.5 |
પોરબંદર | 30.4 | 11.5 |
રાજકોટ | 30.3 | 12.2 |
વેરાવળ | 31.6 | 17.0 |
દીવ | 31.0 | 11.6 |
સુરેન્દ્રનગર | 29.3 | 12.0 |
મહુવા | 30.8 | 11.3 |
હવામાન વિભાગે શું કરી છે આગાહી
રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં હજુ પણ પારો ગગડી શકે છે. નવા વર્ષની શરૂઆતમાં ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધારે અનુભવાઈ શકે છે. રાજ્યના અનેક શહેરમાં પારો 10 ડિગ્રીથી નીચે જઈ શકે છે. છેલ્લા એક અઠવાડીયાથી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી ગયું છે. ઠેર ઠેર ઠંડીથી બચવા લોકો તાપણી અને ગરમ કપડા સાથે જોવા મળી રહ્યા છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 29 ડિસેમ્બર અભિનેતા રાજેશ ખન્ના અને ‘રામાયણ’ સિરિયલના નિર્માતા રામાનંદ સાગરનો જન્મદિન
પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીર શ્રેણી સુધી પહોંચી ગયું છે
દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ગંભીર શ્રેણીમાં નોંધાયું હતું. ઈન્ડિયા એર ક્વોલિટી સર્વિસ (SAFAR) અનુસાર, મોડી સાંજે હવાની ગુણવત્તાનું સ્તર 324 નોંધાયું હતું. SAFAR આગાહી કરે છે કે બુધવારે આ સ્તર વધુ વધીને 336 થઈ શકે છે. એરપોર્ટ સિવાય સમગ્ર એનસીઆરમાં સ્તર ખૂબ જ નબળી શ્રેણીમાં રહ્યું. પુસા 336, લોધી રોડ 316, દિલ્હી યુનિવર્સિટી 354, એરપોર્ટ 297, નોઇડા 375, મથુરા રોડ 335, આયા નગર 302, IIT દિલ્હી 303, ગુરુગ્રામ 319 અને ધીરપુર 346 ખાતે હવાની ગુણવત્તાનું સ્તર નોંધાયું હતું.