નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસમાં હાથ અજમાવ્યો

હર્ષ સંઘવીએ રમત સંકુલ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બેડમિન્ટન રમીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી સંવાદ સાધ્યો હતો.

Written by Rakesh Parmar
Ahmedabad December 04, 2025 18:43 IST
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ટેબલ ટેનિસમાં હાથ અજમાવ્યો
પાલનપુર જિલ્લા રમત સંકુલ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ટેબલ ટેનિસમાં હાથ અજમાવ્યો હતો. (તસવીર: સોશિયલ મીડિયા)

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠા જિલ્લાના મુખ્યમથક પાલનપુર સ્થિત જિલ્લા રમત સંકુલ ખાતે નિર્માણ પામેલ મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલનું લોકાર્પણ કર્યું હતું. હર્ષ સંઘવીએ રમત સંકુલ ખાતે વિવિધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે બેડમિન્ટન રમીને રમતવીરોને પ્રોત્સાહન પૂરું પાડી સંવાદ સાધ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના રમતવીરો વિવિધ સ્પર્ધાઓમાં રાજ્ય અને દેશનું નેતૃત્વ કરે તથા તેમને યોગ્ય તાલીમ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા રમત સંકુલ, પાલનપુર ખાતે મલ્ટી પર્પઝ ઈન્ડોર હોલ કાર્યરત કરાયો છે.

Harsh Sanghvi, Deputy Chief Minister of Gujarat
ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (તસવીર: સોશિયલ મીડિયા)

કુલ રૂ. 9.20 કરોડના ખર્ચે નિર્માણ થયેલ આ વાતાનુકુલિત હોલમાં બેડમિન્ટન, વોલીબોલ, બાસ્કેટબોલ, ટેબલ ટેનિસ, જુડો, જીમ, શુટિંગ રેન્જ તેમજ બોર્ડ ગેમ્સ માટેની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે. આ સાથે ટોઇલેટ બ્લોક, લોકર રૂમ, ફર્સ્ટ એઇડ રૂમ, સ્ટાફ રૂમ, સ્ટોર રૂમ, ફાયર સિસ્ટમ અને CCTV જેવી જરૂરી સુવિધાઓ થકી જિલ્લાના રમતવીરોને ઘર આંગણે સુવિધાઓ પ્રદાન થશે.

આ પણ વાંચો: પાકિસ્તાન માટે જાસૂસી કરનાર એક મહિલા સહિત બે વ્યક્તિઓને ગુજરાત ATS એ દબોચ્યા

આ જિલ્લા રમત સંકુલ ખાતે આઉટડોર સુવિધાઓ તરીકે 200 મીટર એથ્લેટિક્સ ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ અને વોલીબોલ કોર્ટ, કબડ્ડી તથા ખો-ખો મેદાન ઉપલબ્ધ છે. અતિરિક્ત રીતે એડમિન બ્લોક, સિક્યુરિટી કેબીન, ઇલેક્ટ્રિક રૂમ અને પાર્કિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાઈ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ