અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ, એકનું મોત, અનેક વૃક્ષો ધરાશાયી

અમદાવાદમાં સાંજે 7 વાગ્યા બાદથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી છે. ત્યાં જ અમદાવાદ-ધોળકા હાઈરે પર ભારે પવનના કારણે રિક્શા પર હોર્ડિંગ પડ્યું હતુ.

અમદાવાદમાં સાંજે 7 વાગ્યા બાદથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી છે. ત્યાં જ અમદાવાદ-ધોળકા હાઈરે પર ભારે પવનના કારણે રિક્શા પર હોર્ડિંગ પડ્યું હતુ.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
Ahmedabad heavy rain, heavy rain with lightning in Ahmedabad

અમદાવાદમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ. (EXPRESS PHOTO BY BHUPENDRA RANA)

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે વીજળીના કડાકાભડાકા સાથે રાજ્યના મોટા ભાગના તાલુકાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અમદાવાદ, કચ્છ, વડોદરા, અરવલ્લી, ગાંઘીનગર સહિત 50 થી વધુ તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. અગાઉ હવામાન વિભાગે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યું હતું.

Advertisment
Heavy rain in Ahmedabad, rain with lightning in Ahmedabad
અમદાવાદ-ધોળકા હાઈવે પર અકસ્માતમાં રિક્ષાચાલકનું મોત થયું.

અમદાવાદમાં સાંજે 7 વાગ્યા બાદથી શરૂ થયેલા વરસાદના કારણે શહેરના કેટલાક સ્થળો પર વૃક્ષો ધરાશાયી થયાની ઘટના પણ સામે આવી છે. ત્યાં જ અમદાવાદ-ધોળકા હાઈરે પર ભારે પવનના કારણે રિક્શા પર હોર્ડિંગ પડ્યું હતુ, આ ઘટનામાં રિક્શાચાલકનું મોત નિપજ્યું હતું, જે બાદ જાણકારી મળતા પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. મોડી રાત્રે 10 વાગ્યા બાદ અમદાવાદમાં વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરના મોટા ભાગના વિસ્તારો એસજી હાઇવે, ગોતા, પ્રહલાદનગર, શિવરંજની, સેટેલાઈટ, ન્યુ રાણીપ, નવા વાડજ, મોટેરાસહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

Heavy rain in Ahmedabad, rain with lightning in Ahmedabad
સમૂહલગ્નમાં ભારે પવનના કારણે મંડપ ફાટીને ઉડી ગયા.

બાયડના ધારાસભ્ય ધવલ ઝાલાએ આજે સમૂહલગ્ન યોજ્યા હતા, જ્યાં વરસાદ વિલન બન્યો હતો. અહીં ભારે પવનના કારણે મંડપ ફાટીને ઉડી ગયા હતા.જે બાદ સમૂહ લગ્નમાં હાજર લોકોએ ચાલતી પકડી હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અતિ ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી ગુજરાતના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. આવામાં આગામી દિવસોમાં વરસાદ અંગે ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 8 મે સુધી ભારે પવન સાથે કમોસમી વરસાદ થવાની સંભાવના છે. કચ્છ જિલ્લા ઉપરાંત, બનાસકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક ભાગો તેમજ સૌરાષ્ટ્રના રાજકોટ, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ અને વીજળી સાથે ભારે વરસાદ થવાની સંભાવના છે. આ સમય દરમિયાન કેટલાક સ્થળોએ મોટા કરા પડવાની પણ શક્યતા છે.

Advertisment

સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ખાસ કરીને 8 મેના રોજ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. હવામાનમાં આ ફેરફારને કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેરીના ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે. ત્યારબાદ 11 થી 20 મે સુધી પવનની ગતિ વધુ રહેશે. 25 મે થી 4 જૂન દરમિયાન અરબી સમુદ્રમાં ચક્રવાતની શક્યતા છે. આમ આ વખતે ચોમાસું આંદામાન અને નિકોબાર ટાપુઓ પર વહેલું પહોંચવાની ધારણા છે.

ચોમાસું ગુજરાતી ન્યૂઝ વરસાદ અમદાવાદ ગુજરાત