Gujarat Weather Update: હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. અત્યારે કુલ બે સિસ્ટમ સક્રિય છે. જેમાં આગામી બે દિવસ બાદ ઝારખંડમાં લો પ્રેશર સિસ્ટમ હોવાથી ગુજરાતમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન અને ઉત્તર ગુજરાત તરફથી ટ્રફ લાઇન પસાર થઈ રહી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, સાબરકાંઠા અને અરવલ્લીમાં 22 અને 23 જૂને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં 26 જૂન સુધી ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે. હવામાન વિભાગે 24 જૂન સુધી રાજ્યભરમાં “વીજળીના કડાકા અને 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ” ની ચેતવણી પણ જારી કરી છે.
હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદ માટે “દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર ઉપલા હવા ચક્રવાતી પરિભ્રમણ, ઉત્તર-પશ્ચિમ ઉત્તર પ્રદેશથી ઉત્તર ગુજરાત સુધી ઉત્તરપૂર્વ રાજસ્થાન અને પડોશના વિસ્તારો પર એક અન્ય સાયક્લોનિક સિસ્ટમ અને ઉત્તર કોંકણ કિનારાથી ઉત્તર કેરળ કિનારા સુધી દરિયાઈ સપાટીના ચાર્ટ પર એક ઓફશોર ટ્રફ” જવાબદાર હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 101 તાલુકામાં વરસાદ, વલસાડ જિલ્લામાં મેઘાની ધબધબાટી
ભારે વરસાદ પડનારા અન્ય તાલુકાઓમાં નવસારીમાં ખેરગામ (98 મીમી), ભરૂચમાં હાંસોટ (91 મીમી), સુરતમાં ઓલપાડ (89 મીમી), ડાંગમાં વાઘાઈ (87 મીમી), ભરૂચમાં વાલિયા (79 મીમી), સુરતમાં ઉમરપાડા અને માંગરોળ (72 મીમી અને 64 મીમી), વલસાડ (62 મીમી), ડાંગ-આહવા (59 મીમી), ડાંગમાં સુબીર (56 મીમી) તેમજ સુરતમાં કામરેજ અને બારડોલીમાં અનુક્રમે 53 અને 50 મીમી વરસાદ પડ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, 20 થી 26 જૂન દરમિયાન કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, ગુજરાત રાજ્યમાં છૂટાછવાયા ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 22 થી 24 જૂન દરમિયાન ખૂબ જ ભારે વરસાદની શક્યતા છે.





