Heeraben Modi Health Condition : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેન મોદીની તબિયત ગત રાત્રે બગડતાં તેમને યુ.એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વર્ષે જૂનમાં 99 વર્ષના થયેલા હીરાબેન મોદીને બ્લડ પ્રેસરની તકલીફ જણાતા અમદાવાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હીરાબાના ખબર અંતર લેવા અમદાવાદ આવી પહોંચ્યા હતા, તેમણે ડોક્ટરો પાસે તબિયતને લઈ જાણકારી મેળવી. ત્યારબાદ દિલ્હી જવા રવાના થયા.
હીરાબાની તબીયત બગડવાના સમાચાર સામે આવતા જ ધારાસભ્યો સહિત વીવીઆઈપી હોસ્પિટલની મુલાકાતે પહોંચી રહ્યા છે. અધિકારીઓ પણ હોસ્પિટલ પહોંચી ગયા છે.
યુએન મહેતા હોસ્પિટલે શું કહ્યું
હિરાબાની તબીયતને લઈ યુએન મહેતા હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટીન જાહેર કરવામાં આવ્યું છે. યુએન મહેતા ઈન્સ્ટીટ્યુંટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ તરફથી કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તેમની તબીયત હાલ સુધારા પર છે.

અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા શહેરમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, પીએમ નરેન્દ્ર મોદી સહિત કોઈ વીવીઆઈપી આવતા હોય તો શહેરમાં આ રીતે પોલીસ વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે 3 વાગે અમદાવાદ પહોંચ્યા હતા, અને ખબર અંતર લઈ પાછા દિલ્હી જવા રવાના થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, 2016માં પણ હીરાબાની તબીયત આ રીતે બગડી હતી, તેમને તે સમયે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સમાં લઈ જઈ સામાન્ય વ્યક્તિની જેમ જ તેમને જનરલ વોર્ડમાં સ્ટ્રેચર પર લઈ જઈ સારવાર આપવામાં આવી હતી.
આ પણ વાંચો – આપની અસર, ગુજરાતમાં નવી શિક્ષણ નીતિનું અમલીકરણ અને વડાપ્રધાન મોદીનું નેતૃત્વ
તમને જણાવી દઈએ કે, 18 જૂનના રોજ તેમનો 99 વર્ષ પુરા કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ દિવસે તેમની માતા સાથેના સંસ્મરમોને યાદ કરી એક બ્લોગ લખ્યો હતો. પીએમ મોદીએ આ દિવસે તેમની માતાના આશિર્વાદ પણ લીધા હતા. હીરાબનો જન્મ 18 જૂન 1923ના રોજ મનાવવામાં આવે છે.