Hiraba Passes away : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબેનનું શુક્રવારે સવારે 3.30 વાગ્યે નિધન થયું હતું. PMએ તેમને સવારે 9:26 વાગ્યે દિપ પ્રગટાવ્યો હતો. અંતિમ યાત્રા દરમિયાન તેમણે પોતે જ માતાના પાર્થિવ દેહને કાંધ આપ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની માતાને પોતાના સૌથી મોટા માર્ગદર્શક માનતા હતા. પીએમ મોદી અનેક પ્રસંગોએ કહેતા આવ્યા છે કે, તેમની માતા ખૂબ જ સમયની ખુબ પાબંધ હતા. તે પોતાના ડાયટનું પણ ખાસ ધ્યાન રાખતા હતા.
હીરાબેન બહુ સાદો ખોરાક લેતા
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતા હીરાબાનું જીવન સાદગી ભર્યું હતુ, તેઓ બહારનું કંઈ ખાતા ન હતા. તે ફક્ત ઘરે બનાવેલો સાદો ખોરાક જ ખાતા હતા. તે વધુ તેલયુક્ત મસાલાવાળી વાનગીઓ અને તળેલા ખોરાક ખાવાનું હંમેશા ટાળતા હતા. તેમને ખીચડી, દાળ, ભાત વધુ પસંદ હતા. તેમને મીઠાઈમાં લાપસી ખૂબ પસંદ હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે હીરાબાના જન્મદિવસ નિમિત્તે તેમના આશીર્વાદ લેવા જતા ત્યારે તેઓ ખાંડ અને લાપસીથી તેમનું મોં મીઠુ કરાવતા હતા.
હીરાબેન કોઈની સેવા લેવા માંગતા ન હતા
18 જૂન, 2022ના રોજ લખેલા બ્લોગમાં પીએમ મોદીએ જણાવ્યું કે, કેવી રીતે તેમની માતાએ નિર્ણય લીધો કે તેઓ કોઈને સેવા કરાવવા નથી માંગતા. પીએમ મોદીએ પોતાના બ્લોગમાં લખ્યું, “આજે પણ જ્યારે હું મારી માતાને મળું છું, ત્યારે તે હંમેશા કહે છે કે “હું મારા મૃત્યુ સુધી કોઈની સેવા કરવા માંગતી નથી, હું બસ આ રીતે ચાલતી ફરતી જવા માંગુ છું.”
આ પણ વાંચો – PM Modi Mother Death Live : PM મોદીના માતા હીરાબાનું નિધન, અહીં વાંચો પળેપળના સમાચાર
પીએમ મોદીના માતા સમયના પાબંદ હતા
વડાપ્રધાન મોદી પોતે કહે છે કે, હીરાબાની લાઈફ સ્ટાઈલ સમય અને સૂચક બદ્ધ હતી, તેમની માતા ખૂબ જ સમયના પાબંદ હતા. તેઓ લખે છે, “માતા સમયના પાબંદ હતા. તેમને સવારે 4 વાગે ઉઠવાની આદત હતી. તે વહેલી સવારે ઘણું કામ પૂરું કરી લેતા. ઘઉં પીસવાનું હોય, બાજરો પીસવાનું હોય, ચોખા કે દાળ વીણવાનું હોય, બધું કામ તે પોતે જ કરતા. માતા કામ કરતી વખતે તેમના મનપસંદ ભજનો કે પ્રભાતીઆ ગાતા હતા. નરસી મહેતાજીનું એક પ્રસિદ્ધ ભજન છે “જલકમલ છોડી જાને બાલા, સ્વામી અમારો જાગશે”, તે તેમને ખૂબ જ ગમતુ. એક હાલરડુ પણ ખુબ ગમતુ, “શિવાજી નુ હાલરડુ”, મા તે હંમેશા ગાતા હતા.