/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/history-of-division-of-districts-in-Gujarat.jpg)
ગુજરાત સરકારે વર્ષ 2025 ના પ્રથમ દિવસે જ બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે.
ગુજરાતની સ્થાપના સમયે રાજ્યમાં 17 જિલ્લાઓ હતા જે હવે વર્ષ 2025માં ડબલ એટલે કે 34 થઈ ગયા છે. ગુજરાત સરકારે વર્ષ 2025 ના પ્રથમ દિવસે જ બનાસકાંઠાનું વિભાજન કરીને થરાદને નવો જિલ્લો જાહેર કર્યો છે. ત્યારે આજે અમે તમને જણાવી ભૂતકાળમાં પણ વિવિધ સરકારોએ રાજકીય અને સામાજિક દ્રષ્ટિએ જિલ્લા વિભાજન કર્યા છે.
વર્ષ 1960 માં ગુજરાત જ્યારે મહારાષ્ટ્રથી અલગ રાજ્ય બન્યું ત્યારે જિલ્લાની સંખ્યા માત્ર 17 હતી તે 2013 સુધીમાં 33 થઈ ગઈ હતી અને હવે તે 11 વર્ષ પછી બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું છે.
વર્ષ 1960માં રાજ્યની રચના વખતે મૂળ 17 જિલ્લાના અનેક વિભાજન બાદ પશ્ચિમ ભારતીય રાજ્ય ગુજરાત પાસે 34 જિલ્લાઓ છે. કચ્છ ગુજરાતનો સૌથી મોટો જિલ્લો છે જ્યારે ડાંગ સૌથી નાનો જિલ્લો છે. અમદાવાદ સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો છે જ્યારે ડાંગ સૌથી ઓછી વસ્તી ધરાવતો જિલ્લો છે. આ 17 જિલ્લામાં અમદાવાદ, અમરેલી, બનાસકાંઠા, ભરૂચ, ભાવનગર, ડાંગ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર અને વડોદરાનો સમાવેશ થતો હતો.
આ પણ વાંચો: ગુજરાતના આ શહેરમાં તૈયાર થયા બુલેટ ટ્રેન સ્ટેશનના ત્રણ માળ, જાણો ક્યારથી શરૂ થશે બુલેટ ટ્રેન?
વર્ષ 1964 માં અમદાવાદ અને મહેસાણાના ભાગો તોડીને ગાંધીનગર જિલ્લાની રચના કરવામાં આવી હતી. 1966માં વસલાડને સુરતથી અલગ કરવામાં આવ્યું હતું. 1997 માં બીજી ઓક્ટોબરે તત્કાલિન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પાંચ નવા જિલ્લાઓ બનાવ્યા હતા. જેમાં આણંદને ખેડામાંથી વિભાજિત કરવામાં આવ્યું હતું. દાહોદને પંચમહાલમાંથી વિભાજિત કરવામાં આવ્યું હતું. ભરૂચમાંથી નર્મદાનું વિભાજન થયું હતું. વલસાડમાંથી નવસારીનું વિભાજન થયું હતું. પોરબંદર જૂનાગઢમાંથી વિભાજિત થયું હતું.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2025/01/Banaskantha-Tharad-district-Map-1.jpg)
વર્ષ 2000 માં બનાસકાંઠા અને મહેસાણાના ભાગોમાંથી પાટણ નવો જિલ્લો બન્યો હતો. 2007માં તાપીને સુરતમાંથી અલગ કરીને 26મો જિલ્લો બનાવવામાં આવ્યો હતો. બીજો સૌથી મોટો જિલ્લા વિભાજનનો નિર્ણય તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2013માં લીધો હતો. તેમણે એક સાથે સાત નવા જિલ્લા બનાવ્યા હતા.
મોદીએ સાબરકાંઠામાંથી અરવલ્લી, અમદાવાદ અને ભાવનગરમાંથી બોટાદ, વડોદરામાંથી છોટાઉદેપુર, જામનગરમાંથી દેવભૂમિ દ્વારકા, ખેડા અને પંચમહાલમાંથી મહિસાગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાંથી મોરબી તેમજ જૂનાગઢમાંથી ગીર સોમનાથને નવો જિલ્લો બનાવ્યો હતો. આ જ સમયે 24 નવા તાલુકાની રચના કરવામાં આવી હતી.
આ પણ વાંચો: હવે ગુજરાતમાં 33ની જગ્યાએ 34 જિલ્લા થયા; બનાસના બે કાંઠા કરાયા, 9 નવી મનપાને મંજૂરી
ગુજરાત સરકારે બનાસકાંઠાને વિભાજિત કરીને વાવ-થરાદ નવો જિલ્લો બનાવ્યો છે પરંતુ સરકારે વિચારણા ત્રણ નવા જિલ્લાની કરી હતી જે પૈકી એકનો અમલ કર્યો છે અને બાકીના બે જિલ્લા અમદાવાદમાંથી વિરમગામ તેમજ મહેસાણા-ગાંધીનગરમાંથી વડનગર જિલ્લો હવે પછી જાહેર થાય તેવી સંભાવના છે.
| નંબર | જિલ્લો | મુખ્યાલય | રચનાનું વર્ષ | વર્ષ 2011ની વસ્તી ગણતરી | તાલુકાઓ |
| 1 | અમદાવાદ | અમદાવાદ શહેર | 1960 | 7,045,313 | અમદાવાદ, બાવળા, દસક્રોઈ, દેત્રોજ રામપુરા, ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ, સાણંદ, વિરમગામ |
| 2 | અમરેલી | અમરેલી | 1960 | 1,513,614 | અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, કુંકાવાવ વડીયા, લાઠી, લીલીયા, રાજુલા, સાવરકુંડલા |
| 3 | આણંદ | આણંદ | 1997 | 2,090,276 | આણંદ, આંકલાવ, બોરસદ, ખંભાત, પેટલાદ, સોજીત્રા, તારાપુર, ઉમરેઠ |
| 4 | અરવલ્લી | મોાસા | 2013 | 1,039,918 | બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરાજ, મોડાસા |
| 5 | બનાસકાંઠા | પાલનપુર | 1960 | 3,116,045 | અમીરગઢ, દાંતા, દાંતીવાડા, ડીસા, પાલનપુર, વડગામ |
| 6 | ભરૂચ | ભરૂત | 1960 | 1,550,822 | ભરૂચ, આમોદ, અંકલેશ્વર, હાંસોટ, જંબુસર, ઝગડિયા, નેત્રંગ, વાગરા, વાલિયા |
| 7 | ભાવનગર | ભાવનગર | 1960 | 2,393,272 | ભાવનગર, ગારીયાધાર, ઘોઘા, જેસર, મહુવા, પાલીતાણા, સિહોર, તળાજા, ઉમરાળા, વલ્લભીપુર |
| 8 | બોટાદ | બોટાદ | 2013 | 656,005 | બોટાદ, બરવાળા, ગઢડા, રાણપુર |
| 9 | છોટાઉદેપુર | છોટાઉદેપુર | 2013 | 1,071,831 | છોટા ઉદેપુર, બોડેલી, જેતપુર પાવી, કવંત, નસવાડી, સંખેડા |
| 10 | દાહોદ | દાહોદ | 1997 | 2,126,558 | દાહોદ, દેવગઢ બારીયા, ધાનપુર, ફતેપુરા, ગરબાડા, લીમખેડા, સંજેલી, ઝાલોદ, સિંગવડ |
| 11 | ડાંગ | આહવા | 1960 | 226,769 | આહવા, સુબીર, વાઘાઈ |
| 12 | દેવભૂમિ દ્વારકા | ખંભાળિયા | 2013 | 752,484 | ભાણવડ, કલ્યાણપુર, ખંભાળિયા, ઓખામંડળ |
| 13 | ગાંધીનગર | ગાંધીનગર | 1964 | 1,387,478 | ગાંધીનગર, દહેગામ, કલોલ, માણસા |
| 14 | ગીર સોમનાથ | વેરાવળ | 2013 | 1,217,477 | ગીર-ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના, વેરાવળ |
| 15 | જામનગર | જામનગર | 1960 | 1,407,635 | જામનગર, ધ્રોલ, જામજોધપુર, જોડીયા, કાલાવડ, લાલપુર |
| 16 | જૂનાગઢ | જૂનાગઢ | 1960 | 1,525,605 | જૂનાગઢ શહેર, ભેસણા, જૂનાગઢ ગ્રામ્ય, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર |
| 17 | કચ્છ | ભુજ | 1960 | 2,090,313 | અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુન્દ્રા, નખત્રાણા, રાપર |
| 18 | ખેડા | નડિયાદ | 1960 | 1,387,478 | ખેડા, ગલતેશ્વર, કપડવંજ, કાથલાલ, મહુધા, માતર, મહેમદાવાદ, નડિયાદ, ઠાસરા, વસો |
| 19 | મહિસાગર | લુણાવાડા | 2013 | 994,624 | બાલાસિનોર, કડાણા, ખાનપુર, લુણાવાડા, સંતરામપુર, વિરપુર |
| 20 | મહેસાણા | મહેસાણા | 1960 | 2,027,727 | મહેસાણા, બેચરાજી, જોટાણા, કડી, ખેરાલુ, સતલાસણા, ઊંઝા, વડનગર, વિજાપુર, વિસનગર |
| 21 | મોરબી | મોરબી | 2013 | 960,329 | હળવદ, માળીયા, મોરબી, ટંકારા, વાંકાનેર |
| 22 | નર્મદા | રાજપીપળા | 1997 | 590,379 | દેડિયાપાડા, ગરુડેશ્વર, નાંદોદ, સાગબારા, તિલકવાડા |
| 23 | નવસારી | નવસારી | 1997 | 1,330,711 | નવસારી, વાંસદા, ચીખલી, ગણદેવી, જલાલપોર, ખેરગામ |
| 24 | પંચમહાલ | ગોધરા | 1960 | 1,642,268 | ઘોઘંબા, ગોધરા, હાલોલ, જાંબુઘોડા, કલોલ, મોરવા હડફ, શેહેરા |
| 25 | પાટણ | પાટણ | 2000 | 1,342,746 | પાટણ, ચાણસ્મા, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી, સિદ્ધપુર |
| 26 | પોરબંદર | પોરબંદર | 1997 | 586,062 | પોરબંદર, કૂતિયાણા, રાણાવાવ |
| 27 | રાજકોટ | રાજકોટ | 1960 | 3,015,229 | રાજકોટ, ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા સાંગાણી, લોધીકા, પડધરી, ઉપલેટા, વિંછીયા |
| 28 | સાબરકાંઠા | હિંમતનગર | 1960 | 1,388,671 | હિમતનગર, ઇડર, ખેડબ્રહ્મા, પોશીના, પ્રાંતિજ, તલોદ, વડાલી, વિજયનગર |
| 29 | સુરત | સુરત શહેર | 1960 | 6,079,231 | સુરત, બારડોલી, ચોર્યાસી, કામરેજ, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ, પલસાણા, ઉમરપાડા |
| 30 | સુરેન્દ્રનગર | સુરેન્દ્રનગર | 1960 | 1,585,268 | ચોટીલા, ચૂડા, દસાડા, ધ્રાંગધ્રા, લખતર, લીંબડી, મુળી, સાયલા, થાનગઢ, વઢવાણ |
| 31 | તાપી | વ્યારા | 2007 | 806,489 | નિઝર, સોનગઢ, ઉચ્છલ, વાલોદ, વ્યારા, કુકરમુંડા, ડોલવણ |
| 32 | વડોદરા | વડોદરા | 1960 | 3,093,795 | વડોદરા, ડભોઇ, ડેસર, કરજણ, પાદરા, સાવલી, સિનોર, વાઘોડિયા |
| 33 | વલસાડ | વલસાડ | 1966 | 1,703,068 | વલસાડ, ધરમપુર, કપરાડા, પારડી, ઉમરગાંમ, વાપી |
| 34 | વાવ-થરાદ | થરાદ | 2025 | વાવ, થરાદ, ભાભર, ધાનેરા, સુઇગામ, લાખાણી, દિયોદર, કાંકરેજ |


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us