‘પ્લીઝ તમારા મગજનો પણ ઉપયોગ કરો’, સુપ્રીમ કોર્ટની કોંગ્રેસ MPને મોટી રાહત, ગુજરાત પોલીસે નોંધી હતી FIR

જામનગરમાં એક સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઇમરાન પ્રતાપગઢીએ 2 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે બેકગ્રાઉન્ડ ઓડિયો તરીકે એક કવિતા મૂકી હતી, તે એક કવિતા હતી જેમાં "હે લોહીના તરસ્યા લોકો, સાંભળો..." જેવા શબ્દો હતા.

જામનગરમાં એક સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઇમરાન પ્રતાપગઢીએ 2 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે બેકગ્રાઉન્ડ ઓડિયો તરીકે એક કવિતા મૂકી હતી, તે એક કવિતા હતી જેમાં "હે લોહીના તરસ્યા લોકો, સાંભળો..." જેવા શબ્દો હતા.

author-image
Rakesh Parmar
પર અપડેટ કર્યું
New Update
supreme court

સુપ્રીમ કોર્ટ ફાઈલ તસવીર - Photo - Jansatta

Imran Pratapgarhi Poem Controversy: દેશની સર્વોચ્ચ અદાલતે કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભા સાંસદ અને કવિ ઇમરાન પ્રતાપગઢીને ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સંબંધિત કેસમાં ગુજરાત પોલીસ દ્વારા નોંધાયેલી FIRના મુદ્દા પર રાહત આપી છે. કોર્ટે કોંગ્રેસના નેતાને વચગાળાની રાહત આપી છે અને FIR પર કોઈપણ કાર્યવાહી પર રોક લગાવી દીધી છે. કોર્ટે એમ પણ કહ્યું કે આખરે આ ઇન્સ્ટાગ્રામ પોસ્ટ માત્ર એક કવિતા હતી.

Advertisment

ખરેખરમાં આજે સુપ્રીમ કોર્ટમાં ઇમરાન પ્રતાપગઢી વિરુદ્ધ દાખલ કેસની સુનાવણી દરમિયાન, ગુજરાત સરકાર વતી હાજર રહેલા વકીલે કોર્ટ પાસે સમય માંગ્યો હતો. આ કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે કવિતા માટે આ કેસ નોંધવામાં આવ્યો છે તેનો સાચો અર્થ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. આ કવિતા કોઈ ધર્મ વિરુદ્ધ કહેવામાં આવી નથી. તેનો હેતુ અહિંસા વિશે વાત કરવાનો હતો.

ઇમરાન પ્રતાપગઢીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી

તમને જણાવી દઈએ કે જામનગરમાં એક સમૂહ લગ્ન કાર્યક્રમમાં હાજરી આપ્યા બાદ ઇમરાન પ્રતાપગઢીએ 2 જાન્યુઆરીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટમાં તેમણે બેકગ્રાઉન્ડ ઓડિયો તરીકે એક કવિતા મૂકી હતી, તે એક કવિતા હતી જેમાં "હે લોહીના તરસ્યા લોકો, સાંભળો…" જેવા શબ્દો હતા.

3 જાન્યુઆરીના રોજ જામનગરના રહેવાસી કિશનભાઈ નંદાએ એફઆઈઆર નોંધાવી હતી. જેમાં ઈમરાન પ્રતાપગઢીની કવિતાને સાંપ્રદાયિક સૌહાર્દ બગાડવાનો પ્રયાસ ગણાવ્યો હતો. તે FIRમાં BNS ની કલમ 196 અને 197 ઉમેરવામાં આવી છે.

Advertisment

આ પણ વાંચો: ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં અશ્લીલ ટિપ્પણી કરનાર રણવીર અલ્હાબાદિયાની કમાણી જાણી ચોંકી જશો

અગાઉ ઇમરાન પ્રતાપગઢીએ હાઇકોર્ટનો સંપર્ક કર્યો હતો પરંતુ કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી. આ પછી પ્રતાપગઢી તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે ન્યાયાધીશે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે.

ન્યાયાધીશે કહ્યું- કૃપા કરીને તમારા મગજનો થોડો ઉપયોગ કરો

આ કેસમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઓકા એ રાજ્યના વકીલને કહ્યું કે કૃપા કરીને કવિતા પર પોતાનું મગજનો ઉપયોગ કરો. છેવટે સર્જનાત્મકતા પણ મહત્વપૂર્ણ છે. આ કેસ રદ કરાવવા માટે ઇમરાને ગુજરાત હાઇકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો. તેમણે દલીલ કરી હતી કે તેમનો ઉદ્દેશ્ય શાંતિ અને પ્રેમને પ્રોત્સાહન આપવાનો હતો પરંતુ ન્યાયાધીશ સંદીપ ભટ્ટની હાઇકોર્ટ બેન્ચે આ વાતનો ઇનકાર કર્યો હતો.

ઇમરાન પ્રતાપગઢીની દલીલો શું હતી?

ગુજરાત હાઈકોર્ટે કહ્યું કે તપાસ હજુ તેના પ્રારંભિક તબક્કામાં છે. ઇમરાન પ્રતાપગઢી એક સાંસદ છે તેમણે જવાબદારીપૂર્વક વર્તવું જોઈએ અને કાનૂની પ્રક્રિયાનું પાલન કરવું જોઈએ.

તમને જણાવી દઈએ કે 21 જાન્યુઆરીએ સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને નોટિસ જારી કરી હતી અને આ સંદર્ભમાં નોંધાયેલી FIRના આધારે આગળની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. ઇમરાન પ્રતાપગઢીએ કહ્યું હતું કે ગીત/કવિતાનું સરળ વાંચન કરવાથી ખબર પડશે કે તે પ્રેમ અને અહિંસાનો સંદેશ છે.

ગુજરાતી ન્યૂઝ સુપ્રીમ કોર્ટ ગુજરાત