Gujarat Crime News: ગુજરાત સહિત દેશ આખામાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવરાત્રી અગાઉ જ ખેલૈયાઓને મોજ આવી જાય તે માટે એક કાર્યક્રમમાં મૌખિક રીતે આખી રાત ગરબા રમવાની પરવાનગી આપી દીધી હતી પરંતુ હવે રાજ્યમાં જાણે દેવીસ્વરૂપ બાળાઓ દુષ્કર્મીઓના નિશાને હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે રાજ્યમાં નવરરાત્રી દરમિયાના રાત્રીના સમયે બાળાઓ પર દુષ્કર્મની ઘટનાઓ દરરોજ સામે આવી રહી છે. આવામાં રાજ્યના મહાનગરોથી લઈ ગામડામાં રહેતા વાલીઓ પણ પોતાની દીકરીઓને લઈ ચિંતિત બની ગયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં વડોદરા, માંગરોળ, આણંદ, ભાયલીમાં બાળાઓ પર દુષ્કર્મના દાનવોએ હુમલો કર્યો હતો અને તેમને નિશાન બનાવી હતી.
ભાયલી દુષ્કર્મ કેસવડોદરા શહેર નજીક ભાયલી ગામની સીમમાં બીજા નોરતે મોડીરાતના સમયે ધોરણ 11માં અભ્યાસ કરતી સગીરા પોતાના મિત્રો સાથે બેસી હતી. તે દરમિયાન પાંચ નરાધમોએ સગીરાને ધમકાવી હતી. જે બાદ બે લોકો બાઈ પર સવાર થઈ ભાગી ગયા હતા ત્યાં જ ત્રણ નરાધમોએ સગીરાના મિત્રને માર માર્યો હતો તેમજ ત્રણેય લોકોએ સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જોકે ઘટનાના 48 કલાકમાં જ પોલીસે આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા, જે બાદ કોર્ટે તેઓને 10 ઓક્ટોબર સુધી રિમાન્ડ પર મોકલ્યા હતા.
આણંદ નજીક વિદ્યાર્થિની પર ગેંગરેપનો પ્રયાસ
આણંદ નજીકના એક ગામની સરકાર શાળાની વિદ્યાર્થિને કેફી પીણું પીવડાવીને તેના પર ત્રણ હવસના ભૂખ્યા દાનવોએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જોકે આ દરમિાયન સગીરાએ બુમાબુમ કરતા ગામના લોકો એકત્રિત થઈ ગયા હતા અને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જોકે વડોદરાની ઘટના બને કલાકો જ વિત્યા હતા અને આ ઘટના બનતા ગુજરાતમાં દીકરીઓ, બહેનો અને મહિલાઓની સુરક્ષા સામે સવાલો ઉભા થયા હતા અને રાજ્યનું રાજકારણ પણ ગરમાયું હતું.
આ પણ વાંચો – ગુજરાત મેટ્રો ભરતી : લાખો રૂપિયાની નોકરી મેળવવાની જોરદાર તક, વાંચો A to Z માહિતી
સાવરકુંડલાની યુવતી સાથે અડપલા
સાવરકુંડલામાં કોલેજની વિદ્યાર્થિની સાથે વિધર્મી પ્રોફેસર અને તેની સાથે રહેલા વિધર્મી યુવકે રમતગમતમાં ભાગ લેવા જતા સમયે ચાલુ ગાડીમાં અડપલા કર્યા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ કોલેજ મેનેજમેન્ટ દ્વારા વિધર્મી પ્રોફેસર અને વિદ્યાર્થિનીને સસ્પેન્ડ કરી દેવાયા હતા.
ઉલ્લેખનિય છે કે, નવરાત્રીના પાવન દિવસોમાં પણ બળાત્કાર અને છડતીની ઘટનાઓ ઓછી નથી થઈ રહી. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં દુષ્કર્મ અને છેડતીની 6 જેટલી ઘટનાઓ સામે આવી ચૂકી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં દુષ્કર્મ અને છેડતીની ઘટનાઓની વાત કરીએ તો 2020-21માં દુષ્કર્મની 2076 ઘટના અને છેડતીની 1100 ઘટનાઓ બની હતી. 2021-22માં 2239 દુષ્કર્મ અને 1183 છેડતીની ઘટનાઓ બની હતી. ત્યાં જ 2022-23માં દુષ્કર્મની 2209 અને છેડતીની 1244 ઘટનાઓ બની હતી.