એક મહિલા રસ્તાની વચ્ચે બેસીને રડી રહી છે, વાહનચાલકો સ્પીડ ઓછી કરીને તેનાથી દૂર રહેતા પસાર થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાયરલ થવા પાછળનું સાચું કારણ એ છે કે મહિલાને આ રીતે પોતાનો અવાજ ઉઠાવવાની ફરજ પડી હતી. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 20 રૂપિયામાં છ પકોડીના બદતે તેને ફક્ત ચાર પકોડી આપવામાં આવ્યા બાદ તે વિરોધ પ્રદર્શન પર બેસી ગઈ હતી.
આ વીડિયો વડોદરાના સુરસાગર તળાવ વિસ્તારનો હોવાનું કહેવાય છે. તાજેતરમાં મહિલા રસ્તાની બાજુમાં આવેલા પકોડીની લારી પાસે પહોંચી. તેણીએ આરોપ લગાવ્યો કે પકોડીની લારીવાળાએ 20 રૂપિયામાં છ પકોડે વેચે છે પરંતુ તેણીને ફક્ત ચાર જ આપી.
ન્યાય મેળવવા માટે મહિલા રસ્તાની વચ્ચે વિરોધ પ્રદર્શન પર બેસી ગઈ અને તે રડવા લાગી. રડતા-રડતા તેણીએ લોકોને પોતાની દુર્દશા વિશે જણાવ્યું અને આરોપ લગાવ્યો કે પકોડી વિક્રેતા ઘમંડી વર્તન કરી રહ્યો છે. તેણીએ કહ્યું કે તે તેની ગાડી હટાવવા માંગે છે.
આ પણ વાંચો: અમદાવાદ વિમાન દુર્ઘટના અંગે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ, હકીકતો જાહેર કરવાની માંગ
જ્યારે ટ્રાફિક ખોરવાઈ ગયો ત્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તેને સમજાવ્યા પછી તેને રસ્તા પરથી હટાવવામાં સફળ રહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો વિવિધ રીતે તેના પર કોમેન્ટ કરી રહ્યા છે. કેટલાક લોકોએ મહિલા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે અને ગ્રાહક તરીકે તેના કાર્યોને યોગ્ય ઠેરવ્યું છે.