COVID-19 એ એક વાયરસ છે જે 2020 માં ચીનના વુહાન શહેરમાં ઉદ્ભવ્યો હતો અને એટલો ઝડપથી ફેલાયો હતો કે લોકોને તેને સમજવા અને ઓળખવાનો સમય જ મળ્યો ન હતો. 2020 માં થોડા જ સમયમાં આ વાયરસ વિશ્વના લગભગ તમામ દેશોમાં પહોંચી ગયો હતો. હવે ફરીથી આ વાયરસનો નવો વેરિઅન્ટ સામે આવ્યો છે. જે વિશ્વની સાથે ભારતમાં પણ પ્રેવેશ કરી ગયો છે. ગુજરાતમાં પણ આ વાયરસના કેસ સતત સામે આવી રહ્યા છે.
આ વર્ષે 2025 ની શરૂઆતમાં કોરોના વાયરસના બે મુખ્ય પ્રકારો વિશ્વભરમાં ફેલાઈ રહ્યા છે: LP.8.1 અને XEC. છેલ્લા કેટલાક અઠવાડિયામાં એશિયામાં COVID-19 ના આ નવા પ્રકારના કેસોમાં વધારો થયો છે. બે મોટા એશિયન શહેરો, હોંગકોંગ અને સિંગાપોરમાં મોટી સંખ્યામાં કેસ નોંધાયા છે. હોંગકોંગના સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન અનુસાર વાયરસ હાલમાં ખૂબ જ સક્રિય છે.
અમદાવાદમાં કોરોનાના કુલ 20 કેસ નોંધાયા
અમદાવાદમાં 23 મે ના રોજ કોવિડ-19 વાયરસ સંક્રમણના 20 કેસ નોંધાયા છે. જે બાદ અમદાવાદમાં કુલ કેસોની સંખ્યા 39 એ પહોંચી ગઈ છે. જોકે રાહતના સમાચાર એ છે કે આજે શહેરમાં કોઈ દર્દીનું મૃત્યુ થયુ નથી. હાલમાં શહેરમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 31 છે. એક્ટિવ કેસની ઝોન વાઇઝ વાત કરીએ તો મધ્ય ઝોનમાં 1, પશ્ચિમ ઝોનમાં 7, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 10, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 2, ઉત્તર ઝોન 2, પૂર્વ ઝોન 2 અને દક્ષિણ ઝોનમાં 7 કેસ છે.
આ પણ વાંચો: કેટલો શક્તિશાળી છે Covid-19 નો JN.1 વેરિઅન્ટ? કેટલા દિવસોમાં થઈ શકે રિકવરી? જાણો
કોરોના વાયરસ ફરીથી ગુજરાતમાં હાહાકાર મચાવી રહ્યો છે. રાજકોટ, મહેસાણા, જૂનાગઢ સહિત બનાસકાંઠાના પાલનપુરમાં કોરોનાનો પગપેસારો જોવા મળ્યો છે. અમદાવાદ, રાજકોટ બાદ નડિયાદમાં એક 8 મહિનાની બાળકીનો કોરોના પોઝિટિવ આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા છે. ત્યાં જ સુરતમાં પણ બે ડોક્ટરો કોરોના પોઝિટિવ આવ્યા છે.