પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા વધુ 200 ભારતીય માછીમારો ગુજરાત પહોંચ્યા, ગત મહિને 198 માછીમારો મુક્ત કરાયા હતા

Indian fishermen released from Pakistan jails : ભારતીય માછીમારોની પાકિસ્તાન જેલમાંથી મુક્તી થઈ છે. ગુજરાતના 171 માછીમારો (Gujarat fishermen) સહિત કુલ 200 ભારતીય માછીમારો મુક્ત થયા હતા, જે વડોદરા રેલવે સ્ટેશન (Vadodara Railway Station) પહોંચી વેરાવળ (veraval) પહોંચ્યા હતા.

Indian fishermen released from Pakistan jails : ભારતીય માછીમારોની પાકિસ્તાન જેલમાંથી મુક્તી થઈ છે. ગુજરાતના 171 માછીમારો (Gujarat fishermen) સહિત કુલ 200 ભારતીય માછીમારો મુક્ત થયા હતા, જે વડોદરા રેલવે સ્ટેશન (Vadodara Railway Station) પહોંચી વેરાવળ (veraval) પહોંચ્યા હતા.

author-image
Kiran Mehta
પર અપડેટ કર્યું
New Update
Indian fishermen 200 released Pakistan jails

ભારતીય માછીમારોની 200ની ટુકડી પાકિસ્તાન જેલમાંથી મુક્ત થઈ વડોદરા પહોંચી હતી (ફોટો - નિર્મલ હરિન્દ્રન)

Indian fishermen released from Pakistan jails : 200 ભારતીય માછીમારોની બીજી બેચ સોમવારે વહેલી સવારે પાકિસ્તાનમાંથી મુક્ત થઈને વતન પરત ફર્યા બાદ વડોદરા પહોંચી હતી. માછીમારોને ગુરુવારે પંજાબમાં અમૃતસર નજીક વાઘા બોર્ડર પર ભારતીય સત્તાવાળાઓને સોંપવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેઓ અમૃતસરથી કોચુવેલી એક્સપ્રેસમાં સવાર થયા હતા.

Advertisment

પાકિસ્તાન જેલમાંથી 200 ભારતીય માછીમારો મુક્ત

ગુજરાત મત્સ્યોદ્યોગ વિભાગની વેરાવળ કચેરીના મત્સ્યોદ્યોગના મદદનીશ અધિક્ષક નયન મકવાણાએ ધ ઈન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે, 200 માછીમારો સાથેની ટ્રેન સોમવારે સવારે 1:10 વાગ્યે વડોદરા રેલવે સ્ટેશન પર પહોંચી હતી. વડોદરાથી માછીમારો મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલી ચાર લક્ઝરી બસમાં સવાર થઈને બપોરે 2 વાગ્યાની આસપાસ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ પહોંચી ગયા છે."

ગત મહિને 198 માછીમારો મુક્ત કરાયા હતા

એક મહિનાથી ઓછા સમયમાં પાકિસ્તાન દ્વારા ભારતીય માછીમારોની આ બીજી બેચ આવી છે. પાકિસ્તાને ગયા મહિનાની 11 તારીખે ગુજરાતના 184 સહિત કુલ 198 માછીમારોને મુક્ત કર્યા હતા. આજે અન્ય 200ની આ બેચને ગુરુવારે કરાચીની લેન્ડી જેલમાંથી મુક્ત કરવામાં આવી હતી. ઈધી ફાઉન્ડેશન, કરાચીની મદદથી, માછીમારો લાહોર જવા માટે ટ્રેનમાં ચડ્યા અને બીજા દિવસે લાહોરથી બસમાં વાઘા બોર્ડર પર લાવવામાં આવ્યા હતા.

200માંથી ગુજરાતના 171 માછીમારો મુક્ત

સોમવારે વડોદરા પહોંચેલા 200 માછીમારોમાંથી 171 ગુજરાતના, 15 ગીર સોમનાથ જિલ્લામાં ઉના કિનારે આવેલા કેન્દ્રશાસિત પ્રદેશ દીવના, છ મહારાષ્ટ્રના, પાંચ ઉત્તર પ્રદેશના અને ત્રણ બિહારના છે. ગુજરાત સરકારના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ માછીમારોની મુક્તિ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિદેશ મંત્રી એસ. જયશંકર અને કેન્દ્રીય (ફિશરીઝ) મંત્રી પરષોત્તમ રૂપાલા સાથે સતત સંકલન કર્યું હતું."

Advertisment

આ માછીમારોની પાકિસ્તાન દ્વારા છેલ્લા ત્રણ વર્ષમાં તેમના પ્રાદેશિક જળસીમાનું ઉલ્લંઘન કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.

ભારત અને પાકિસ્તાન વચ્ચે અરબી સમુદ્રમાં નેશનલ ઇન્ટરનેશનલ મેરીટાઇમ બાઉન્ડ્રી લાઇન (IMBL)ના સંરેખણ પર મતભેદ છે. પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સી દર વર્ષે તેના પ્રાદેશિક જળસીમાના કથિત ઉલ્લંઘન બદલ કેટલાક ભારતીય માછીમારોની ધરપકડ કરે છે. ભારતીય એજન્સીઓએ પણ કેટલાક ડઝન પાકિસ્તાની માછીમારોની કથિત રીતે IMBLની ભારતીય બાજુમાં ઘૂસવા બદલ ધરપકડ કરી હતી.

ભારતની કસ્ટડીમાં કેટલા પાકિસ્તાની

1 જાન્યુઆરી સુધીમાં 654 ભારતીય માછીમારો અને 51 ભારતીય નાગરિકો પાકિસ્તાનની કસ્ટડીમાં હતા. તેવી જ રીતે, 99 પાકિસ્તાની માછીમારો અને 339 પાકિસ્તાની નાગરિકો ભારતની કસ્ટડીમાં હતા.

પાકિસ્તાન ઈન્ડિયા પીપલ્સ ફોરમ ફોર પીસ એન્ડ ડેમોક્રેસી (PIPFPD) ના ભૂતપૂર્વ જનરલ સેક્રેટરી જતીન દેસાઈના જણાવ્યા અનુસાર, 654 માછીમારોમાંથી, 631 એપ્રિલ સુધીમાં તેમની જેલની મુદત પૂરી કરી ચૂક્યા છે અને તેમની રાષ્ટ્રીયતા પણ ચકાસવામાં આવી છે.

એ જ રીતે મોટા ભાગના પાકિસ્તાની માછીમારો પણ ભારતની જેલોમાં સમય પસાર કરી ચૂક્યા છે. બંને દેશોના અધિકારીઓ લાંબા સમયથી પ્રાદેશિક જળસીમાનું ઉલ્લંઘન કરતા માછીમારો માટે નો-અરેસ્ટ પોલિસીની માંગ કરી રહ્યા છે.

જુલાઈમાં વધુ 100 માછીમારો મુક્ત થશે

પાકિસ્તાને ઘણા સમય પહેલા જાહેરાત કરી હતી કે, તે 499 ભારતીય માછીમારો અને એક નાગરિક કેદીને મુક્ત કરશે. પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ઝરદાર ભુટ્ટો SCO વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ગોવામાં હતા ત્યારે આ જાહેરાત કરવામાં આવી હતી. તદનુસાર, પ્રથમ બેચ 11 મેના રોજ બહાર પાડવામાં આવી હતી. મૂળ તો 199 માછીમારોને 11 મેના રોજ મુક્ત કરવાના હતા, પરંતુ ગીર સોમનાથના કોટરા ગામના સોમા બરૈયાનું 9 મેના રોજ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પાકિસ્તાન 3 જુલાઈએ 100 માછીમારોની ત્રીજી બેચને મુક્ત કરે તેવી શક્યતા છે.

આ પણ વાંચો - પાકિસ્તાનમાંથી મુક્ત કરાયેલા 198 માછીમારો ગુજરાતના વડોદરા પહોંચ્યા, પાકના કેટલા માછીમાર-નાગરીક ભારતની જેલમાં બંધ?

સોમવારે વડોદરા પહોંચેલા ગુજરાતના 171 માછીમારોમાંથી 129 ગીર સોમનાથ જિલ્લાના, 131 દેવભૂમિ દ્વારકાના, પાંચ નવસારીના, ચાર પોરબંદરના અને બે જૂનાગઢના છે.

ગુજરાતી ન્યૂઝ પાકિસ્તાન ટ્રેન્ડિંગ ન્યૂઝ india વડોદરા