IPS Vikas Sahay In charge DGP: IPS અધિકારી વિકાસ સહાયની ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે નિમણૂક કરવામાં આવી છે. ગુજરાતના પોલીસ વડા આશિષ ભાટીયા આજે નિવૃત્ત થઈ રહ્યાં છે. તેમનો ચાર્જ વિકાસ સહાય સંભાળશે. ઇન્ચાર્જ ડીજીપી તરીકે કાર્યભાળ સંભાળનાર વિકાસ સહાય 1989 બેચના IPS અધિકારી છે.
વિકાસ સહાયે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ પોલીસ એકેડમી, હૈદરાબાદમાં તાલીમ મેળવી હતી. પોલીસ વિભાગમાં 1999માં એસપી આણંદ, 2001માં એસપી અમદાવાદ ગ્રામ્ય, 2002માં અમદાવાદ શહેરના ડીસીપી ઝોન II અને III, 2004માં અમદાવાદ શહેરના ડીસીપી ટ્રાફિક, એડિશનલ સીપી ટ્રાફિક જેવા અસંખ્ય મહત્વના હોદ્દાઓ સંભાળ્યા છે.
આ પણ વાંચો – જુનિયર ક્લાર્ક પેપરલીક કાંડમાં 15 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા
વિકાસ સહાયે સંયુક્ત રાષ્ટ્ર પીસ કીપિંગ મિશનની તમામ મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ સંભાળી છે, જેમાં 1998-99 દરમિયાન બોસ્નિયા-હર્જેગોવિનામાં રહ્યા હતા.
વિકાસ સહાયની રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપનામાં મોટી ભૂમિકા રહેલી છે. તેમની પસંદગી દેશની પ્રથમ પોલીસ યુનિવર્સિટી રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના માટે કરવામાં આવી હતી. જે ગુજરાત સરકારનો મુખ્ય પ્રોજેક્ટ હતો. તેમણે રક્ષા શક્તિ યુનિવર્સિટીના ડાયરેક્ટર જનરલ સુધી વર્ષ 2016 સુધી કામગીરી સંભાળી હતી.
આશિષ ભાટીયાનો કાર્યકાળ આજે પૂરો થઈ રહ્યો છે. વિધાનસભા ચૂંટણી પહેલા આશિષ ભાટીયાને છ માસનું એક્સટેન્શન અપાયું હતું.