ISIS Terrorists Arrested: રવિવારે આતંકવાદ વિરોધી ટુકડી (ATS) અને કેન્દ્રીય તપાસ એજન્સીઓએ ગાંધીનગર ખાતે સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, ટીમે ત્રણ ISIS આતંકવાદીઓને ધરપકડ કરી હતી. માહિતી મળી હતી કે આ આતંકવાદીઓ એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા અને શસ્ત્રોની આપ-લે કરવા માટે ગુજરાત આવ્યા હતા. તાજા માહિતી અનુસાર, તેમની ધરપકડ બાદ એવું બહાર આવ્યું છે કે આ આતંકવાદીઓએ લખનૌમાં RSS કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર મંડીની રેકી પણ કરી હતી.
આઝાદપુર મંડી અને RSS લખનૌ કાર્યાલયની તપાસ
ગાંધીનગરમાં ધરપકડ કરાયેલા આતંકવાદીઓ અંગે એક મોટો ખુલાસો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓએ લખનૌમાં RSS કાર્યાલય અને દિલ્હીમાં આઝાદપુર મંડીને નિશાન બનાવ્યું હતું. તેઓ મોટા હુમલાનું કાવતરું ઘડી રહ્યા હતા. મીડિયા અહેવાલો અનુસાર ત્રણ આતંકવાદીઓમાંથી એક હૈદરાબાદનો રહેવાસી છે, અને અન્ય બે ઉત્તર પ્રદેશના હોવાનું કહેવાય છે.
એક મોટા હુમલાનું ષડયંત્ર
મોહમ્મદ સુહેલ, અહેમદ મોહિઉદ્દીન સૈયદ અને આઝાદ સુલેમાન શેખ તરીકે ઓળખાતા આ ત્રણ શખ્સોએ હુમલા માટે ભીડભાડવાળા વિસ્તારો પસંદ કર્યા હતા. તેમણે રાજસ્થાનના એક કબ્રસ્તાનમાં હથિયારોનો સંગ્રહ કર્યો હતો. તેમાંથી એક પાસેથી 30 કારતૂસ, 40 લિટર એરંડાનું તેલ અને ચાર વિદેશી બનાવટની પિસ્તોલ મળી આવી હતી.
આ પણ વાંચો: બે ખેડૂતોની આત્મહત્યા, પરેશ ધાનાણીએ કહ્યું- માંગ્યુ પેકેજ, મળ્યું પડીકું!
પકડાયેલા ત્રણ ISIS આતંકવાદીઓ એક વર્ષથી ગુપ્તચર દેખરેખ હેઠળ હતા. તેમને સતત ટ્રેક કરવામાં આવી રહ્યા હતા. માહિતી અનુસાર આ ત્રણેય એક મોટું કાવતરું ઘડી રહ્યા હતા. એજન્સીઓને ગુજરાતમાં તેમના આગમન વિશે અગાઉથી માહિતી મળી હતી, જેના પગલે ATS ટીમે તેમને ગુજરાતમાં પ્રવેશતાની સાથે જ પકડી લીધા.
ગુજરાત ATS દ્વારા ઝડપાયેલા આતંકીઓના નામ
- ડો. અહેમદ મોહીદ્દીન અબ્દુલ કાદર ઝીલાની (હૈદરાબાદનો રહેવાસી)
- મોહમ્મદ સુહેલ મોહમ્મદ સુલેમાન
- આઝાદ સુલેમાન સૈફી
આતંકીઓ પાસેથી 3 પિસ્તોલ, 30 કારતૂસ અને ઝેરી કેમિકલ મળી આવ્યું છે. તેઓએ ભીડ વાળી જગ્યાઓ પર રેકી પણ કરી હતી અને ત્રણેયની ઉંમર 25 વર્ષ આસપાસની છે.





